હોંગકોંગમાં PM મોદીના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ જોવા મળી રહી છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને મળવા અને તેમને જોવા માટે આતુર હોય છે. ભાજપના પ્રવાસી અધ્યક્ષ સોહન ગોયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હોંગકોંગમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું. 
હોંગકોંગમાં PM મોદીના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

હોંગકોંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ જોવા મળી રહી છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને મળવા અને તેમને જોવા માટે આતુર હોય છે. ભાજપના પ્રવાસી અધ્યક્ષ સોહન ગોયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હોંગકોંગમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન મોદીને ફક્ત ભારતવાસીઓનું જ નહીં પરંતુ વિદેશી નાગરિકોનું પણ ખુબ સમર્થન મળે છે. રેલીમાં ચીની નાગરિક પણ વડાપ્રધાન મોદીના સમર્થનમાં 'મેં ભી ચોકીદાર'ની ટોપી અને 'નમો ફીર સે' પહેરેલા જોવા મળ્યાં. ભાજપના પ્રવાસી ઉપાધ્યક્ષ રાજુ સબનાની અને ટીમના સભ્યો કુલદીપ બુટ્ટર, રમાકાન્ત અગ્રવાલ, રમેશ માલદાર, અને આશુ ભાર્ગવે પણ રેલીને પોતાનું સમર્થન આપ્યું. 

જુઓ LIVE TV

વડાપ્રધાન મોદીની લહેરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અનેક એનઆરઆઈ અને ચીની નાગરિકો કે જે મત નથી આપી શકતા તેઓ પણ નમો અગેનના સમર્થનમાં ભારે સંખ્યામાં આ રેલીમાં સામેલ થયાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને રાજુ સબનાનીએ પોતાની રેસ્ટોરન્ટનું નામ પણ નમો રાખ્યું છે. તેમણે સમર્થકોને નમો ભોજન પણ પીરસ્યું. 

(ઈનપુટ આઈએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news