સુશાંત ઇન્ડસ્ટ્રીના બિઝનેસને સમજી શક્યો નહીં, શેખર કપૂરે પોલીસને જણાવી આ વાત

બોલિવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત મામલે મુંબઇ પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલે પોલીસે કુલ 35 લોકોના નિવેદન લીધા છે. સુશાંતના મોતના દિવસથી જ આ કેસમાં નિર્દેશક શેખર કપૂરના નિવદેનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણ હતું કે, સુશાંતના આત્મહત્યા બાદ સામે આવ્યું તેમની એક ટ્વિટ. જેમાં જણાવી રહ્યાં છે કે, તેમને સુશાંતના દુ: ખનો અંદાજ હતો.

Updated By: Jul 11, 2020, 07:42 PM IST
સુશાંત ઇન્ડસ્ટ્રીના બિઝનેસને સમજી શક્યો નહીં, શેખર કપૂરે પોલીસને જણાવી આ વાત

નવી દિલ્હી: બોલિવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત મામલે મુંબઇ પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલે પોલીસે કુલ 35 લોકોના નિવેદન લીધા છે. સુશાંતના મોતના દિવસથી જ આ કેસમાં નિર્દેશક શેખર કપૂરના નિવદેનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણ હતું કે, સુશાંતના આત્મહત્યા બાદ સામે આવ્યું તેમની એક ટ્વિટ. જેમાં જણાવી રહ્યાં છે કે, તેમને સુશાંતના દુ: ખનો અંદાજ હતો.

આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: સલમાન ખાનની પૂર્વ મેનેજરની 5 કલાક પૂછપરછ, સામે આવી આ વાત

શેખર કપૂરે ઇ-મેઇલ દ્વારા પોલીસને તેમનું નિવેદન આપ્યું છે. જેમાં આ મામલે કેટલાક મહત્વના રાઝ ખુલ્યા છે. તેમણે જણાવ્યું કે 'પાણી' ફિલ્મ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ લગભગ 10 વર્ષ કરતા વધારે સમયથી અટવાયેલો છે. વર્ષ 2012-13માં 150 કરોડની આ મેગા બજેટ ફિલ્મને બનાવવા માટે યશરાજ ફિલ્મ્સમાં આદિત્ય ચોપડા અને તેમની મુલાકાત થઈ અને નક્કી થયું કે, યશરાજના બેનર નીચે વર્ષ 2014માં આ ફિલ્મની શરૂઆત થશે.

આ પણ વાંચો:- આ છે અંકિતા લોખંડેનું સાચું નામ? 2016માં સુશાંત સિંહ સાથે થવાના હતા લગ્ન!

ફિલ્મના કાસ્ટને લઇને સુશાંત સાથેની તેમની પ્રથમ મુલાકાત યશરાજના સ્ટૂડિયોમાં થઈ હતી. ત્યારબાદ યશરાજ ફિલ્મ્સે પ્રી પ્રોડક્શનનું કામ શરૂ કર્યું. પ્રી પ્રોડક્શનમાં લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચ પણ કર્યા હતા અને સુશાંત સિંહ રાજપૂતની ડેટ્સ પણ બ્લોક કરી હતી. ફિલ્મમાં તેના રોલને લઇને સુશાંત ઘણી મહેનત કરી રહ્યો હતો. વર્કશોપ દરમિયાન પણ તેની એક્ટિંગ સ્કીલમાં તેનું ઝૂનૂન જોવા મળતું હતું. સુશાંતે આ પ્રોજેક્ટ માટે ઘણી ફિલ્મો છોડી પણ હતી.

આ પણ વાંચો:- સિદ્ધાર્થ શુક્લા બાદ હવે ટોની કક્કડ સાથે જોવા મળશે શહનાઝ ગિલ

ત્યારે ફિલ્મના કંટેન્ટને લઇને શેખર કપૂર અને આદિત્ય ચોપડામાં થોડા મતભેદના કારણે ફિલ્મનો કરાર તૂટી ગયો. તેની જાણખારી જ્યારે સુશાંત સિંહ રાજપૂતને થઈ ત્યારે તે તૂટી પડ્યો હતો. તે સાંજે સુશાંત મારી પાસે આવ્યો અને મને પકડી મારા ખભા પર માથું રાખી રડવા લાગ્યો હતો. તેને રડતો જોઇ હું પણ તૂટી ગયો હતો અને હું પણ રડવા લાગ્યો હતો. ફિલ્મના બંધ થવાનો આઘાત તેને એટલો લાગ્યો હતો કે, તે કદાચ ડિપ્રેશનમાં આવવા લાગ્યો હતો. મેં તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને તેને સમજાવ્યો કે આ રોલ તે ક્યારેકને ક્યારેક પરદા પર જરૂર કરશે. નિરાશ થવાની જરૂર નથી. માત્ર યોગ્ય સમયની રાહ જોવાની છે.

આ પણ વાંચો:- 'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર

યશરાજ ફિલ્મ્સના હટી ગયા બાદ આટલા મોટા બજેટની ફિલ્મ બનાવવા માટે મેં ઘણા પ્રોડક્શન હાઉસ અને લોકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઇપણ આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતને કાસ્ટ કરી બનાવવા માટે તૈયાર ન હતા. સમસ્યા આ પણ હતી કે, ફિલ્મનું બજેટ મુશ્કેલીમાં મુકતું હતું અથવા સુશાંતને લઇને કોઇ મોટું રિસ્ક લેવા માગતા ન હતા. મેં વિચાર્યું કે તેની સાથે અન્ય કોઇ ફિલ્મ બનાવું પરંતુ તે પણ એક્ઝીક્યૂટ થઈ શકી નહીં.

આ પણ વાંચો:- પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો

મને લાગે છે કે, 'પાણી' ફિલ્મને લઇને તેનું ડિપ્રેશન જ તેના પ્રોફેશનલ જીવનમાં મુશ્કેલીનું કારણ બન્યું હતું. કેમ કે, તે એક એક્ટર હતો જે ઇન્ડસ્ટ્રીના બિઝનેસને સમજી શકતો ન હતો. થોડા સમય બાદ અમે ફરી મળ્યા અને ત્યાં સુધીમાં સુશાંતે યશરાજ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ તોડી દીધો હતો. તેણે મને જણાવ્યું હતું કે, કઇ રીતે તેની સાથે ઇન્ડસ્ટ્રીમાં સોતેલો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેના હાથમાંથી સારી ફિલ્મો લઇ લેવામાં આવી રહી છે. મેં તેને સમજાવ્યો અને કહ્યું કે, તે માત્ર કામ કરતો રહે અને સારી સ્ક્રીપ્ટ પર ધ્યાન આપે. બહાર આવવાની તક તેને જલ્દી મલશે.

આ પણ વાંચો:- બોલિવુડની આ ફિલ્મોમાં એક્ટર્સ કરી ચૂક્યા છે કુખ્યાત ગેંગસ્ટરનો રોલ

છેલ્લા 6-8 મહિનાથી હું તેના સંપર્કમાં ન હતો. પરંતુ મને ખબર હતી કે તે ડિપ્રેશનમાં છે. જો કે, મને તેના ડીપ ડિપ્રેશનમાં હોવાની સંપૂર્ણ જાણકારી ન હતી અને જ્યારે તેણે આત્મહત્યા કરી હોવાની જાણકારી મળી તો હું શોક્ડ થઈ ગયો હતો. સૂત્રોનું માનીએ તો આ ઉપરાંત ઘણી અન્ય મહત્વની જાણકારી શેખર કપૂરે તેમના ઇ-મેઇલમાં શેર કરી છે, જેના ફેક્ટ્સ વેરિફાય કરવામાં આવશે. જેને રજૂ કરવામાં આવી શકાશે નહીં. અને આ કારણ છે કે પોલીસ ઇચ્છે છે કે, શખર કપૂર મુંબઇ આવે અને પૂછપરછમાં સહયોગ કરવા તેમનું નિવેદન નોંધાવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube