સુષ્મિતા સેને બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે કર્યો રોમેન્ટિક કપલ યોગ, જુઓ PHOTOS

સુષ્મિતા સેને લૉકડાઉનમાં રોહમનની સાથે વર્કઆઉટની તસવીરો શેર કરી છે, જે સામે આવતા ખુબ વાયરલ થઈ ગઈ છે.   

Updated By: Apr 2, 2020, 06:55 PM IST
 સુષ્મિતા સેને બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે કર્યો રોમેન્ટિક કપલ યોગ, જુઓ PHOTOS

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન (Sushmita Sen) હંમેશા બોયફ્રેન્ડ રોહમન શોલ  (Rohman Shawl)ની સાથે એકથી એક ચડિયાતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન છે. તેવામાં સુષ્મિતા સેન પોતાની બે પુત્રીઓની સાથે ક્વોરેન્ટાઇન થઈને ક્વોલિટી સમય પસાર કરી રહી છે. હવે એકવાર ફરીથી સુષ્મિતા સેને લૉકડાઉનમાં રોહમનની સાથે વર્કઆઉટ કરતા તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. 

હાલ સામે આવેલી તસવીરોમાં સુષ્મિતા સેનનો અંદાજ જોવા લાયક છે. બંન્નેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે, તેને લાઇક કરવાની સાથે લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. સુષ્મિતા અને રોહમનનો આ હોટ ગોયા ફેન્સ વચ્ચે ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. જુઓ તસવીરો...

આ તસવીરોને શેર કરતા સુષ્મિતા સેને લખ્યું છે, 'મુશ્કેલ સમય અંતિમ નથી હોતો, મુશ્કેલ લોકો બનાવે છે. જીવન માટે પ્રતિબદ્ધ રહેવું ખુબ શક્તિશાળી છે. જીવન માટે હંમેશા રસ્તો શોધો. આપણે બધાને એક સમય પર સેવાની જરૂરીયાત હોય છે. તમામ વિઘ્નો વિરુદ્ધ માનસિક રીતે મજબૂત અને શારીરિત રીતે સ્વસ્થ રહેવું સારૂ છે. જ્યારે પણ ઇશારો હોય, જીવનની મદદ કરો.'

ભારતના કોઈ પણ કોરોના દર્દીને બળતરા થાય તેવી ખાસ સુવિધા ભોગવે છે કનિકા કપૂર  

સુષ્મિતા સેને વર્ષ 1998માં મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલા અભિનેત્રીએ 1994માં મિસ ફેમિના ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હો. ત્યારબાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં સેન મોડલ રોહમન શોલની સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. ફેન્સ આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર