કોરોના વાયરસ: PM મોદી કાલે ફરી દેશને સંબોધિત કરશે, કરી શકે છે મહત્વની જાહેરાત

કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એકવાર ફરીથી દેશને સંબોધિત કરશે. સવારે 9 વાગ્યે દેશને સંબોધિત કરશે. આ અંગે તેમણે કહ્યું કે, દેશવાસીઓની સાથે વીડિયો સંદેશ થકી વાતચીત કરીશ. આ અગાઉ કોરોના વાયરસ(Coronavirus) ના વધતા કેસોની વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે તમામ રાજ્યોનાં સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કોરોના વિરુદ્ધ શું શું કરવામાં આવી શકે છે, તે અંગે વિસ્તૃત ચર્ચા થઇ.

Updated By: Apr 2, 2020, 07:17 PM IST
કોરોના વાયરસ: PM મોદી કાલે ફરી દેશને સંબોધિત કરશે, કરી શકે છે મહત્વની જાહેરાત

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એકવાર ફરીથી દેશને સંબોધિત કરશે. સવારે 9 વાગ્યે દેશને સંબોધિત કરશે. આ અંગે તેમણે કહ્યું કે, દેશવાસીઓની સાથે વીડિયો સંદેશ થકી વાતચીત કરીશ. આ અગાઉ કોરોના વાયરસ(Coronavirus) ના વધતા કેસોની વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે તમામ રાજ્યોનાં સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કોરોના વિરુદ્ધ શું શું કરવામાં આવી શકે છે, તે અંગે વિસ્તૃત ચર્ચા થઇ.

આનંદો ! લોકડાઉન નહી વધે આગળ, PM સાથે મીટિંગ બાદ CMએ ટ્વીટ કરી ડિલીટ કર્યું

બીજી તરફ રાજ્ય સરકારોએ વડાપ્રધાન મોદી સાથે આર્થિક મદદની માંગ કરતા તેવું પણ પુછ્યું કે, લોકડાઉન પુર્ણ થશે. આર્થિક મદદ તરીકે પશ્ચિમ બંગાળ સરકારે 2500 કરોડ રૂપિયાની માંગ કરી છે. ઉપરાંત મમતા સરકારે જુની બાકી રકમનાં 50 હજાર કરોડ રૂપિયાની પણ માંગ કરી છે. બીજી તરફ પંજાબે પણ 60 હજાર કરોડ રૂપિયાની માંગ કરી છે. 

150 દેશોમાં તબલિગી જમાત સક્રિય, પણ આ બે ધરખમ મુસ્લિમ દેશોમાં તેના પર પ્રતિબંધ, જાણો કેમ

વડાપ્રધા મોદીએ અપીલ કરી છે કે, રાજ્ય સરકારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ સ્કીમને લાગુ કરો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્ય સરકારો તે વાત પરણ ધ્યાન આફે કે પલાયન ના થાય અને ગરીબોને પૈસા અને બાકી રકમ મળતા રહે છે. વડાપ્રધાન મોદીની સાથે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર બેઠકમાં કોરોનાને કારણે પેદા થયેલી સ્થિતી અલગ અલગ સ્થળો પર ફસાયેલા મજુરો પર ઉઠાવાયેલા અને તલલીગી જમાતનાં મુદ્દાઓ અંગે ચર્ચા થઇ.

એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતું થયું

બેઠક બાદ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ટ્વીટ કરીને બેઠક અંગે માહિતી આફી અને જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, હાલ યુદ્ધ ચાલુ થઇ ચુક્યું છે.  અમને 24 કલાક સતર્ક રહેવું જોઇએ અને એકત્ર થઇને લડવું જોઇએ. ખાંડુના અનુસાર વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  આ લડાઇમાં આપણે બધાને લડવાનું છે. તેને માત્ર સ્વાસ્થય કર્મચારીઓ, પોલીસ અથવા સરકાર પર છોડવામાં આવી શકે છે. અમને અમને એકત્ર થઇને લડવું પડશે, ભલે અમે ગમે તે વિચારધારાનાં હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube