ટ્રોલિંગનો શિકાર બની સ્વરા ભાસ્કરે ટ્વિટરમાંથી લીધો બ્રેક, કહ્યું કઇંક આવું
જ્યારે સ્વારા ભાસ્કરનું ટ્વિટર હેન્ડલ (@રિયલી સ્વરા) પર સર્ચ કરવામાં આવ્યું તો ત્યાં કોઇ પરિણામ મળ્યું નહીં.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને કામચલાઉ રીતે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડીએક્ટીવેટ (બંધ) કરી દીધું છે. તેણે કહ્યું હતું કે, તે થોડા સમય સુધી ઓનલાઇન પ્લેટફોર્મથી છટકારો મેળવવા માટે દૂર રહેશે. જ્યારે સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ (@રિયલી સ્વરા) સર્ચ કરવામાં આવ્યું તો ત્યાં કોઇ પરિણામ મળ્યું ન હતું.
આ વિશે મીડિયાએ જ્યારે અભિનેત્રીથી વાત કરી તો તેણે જણાવ્યું હતું કે, હું યુરોપમાં રજાઓ એન્જોય કરી રહી છું અને ભારત પાછી આવીશ ત્યારે બાદ ટ્વિટર પર આવીશ. સ્વરા ભાસ્કરે કહ્યું કે, મે એકાઉન્ટ ડિએક્ટીવેટ કરી નાખ્યું છે. થોડો સમય માટે હું ડિજિટલ પ્લેટર્ફોમથી દૂર રહેવા માંગુ છું. આવતા અઠવાડીએ ભારત આવ્યા પછી હું ફરી આ ડિજિટલ પ્લેટર્ફોમ પર આવીશ.
સ્વરાએ વધુમાં જણાવ્યું કે, હું મારી રજાઓનો આનંદ લઇ શકતી ન હતી. દરેક સમયે ટ્વિટર પર જોઇ રહી હતી કે ભારતમાં શું થઇ રહ્યું છે. મે અનુભવ્યું હતું કે મને આની આદત પડી ગઇ છે. જોકે એવા સમાચાર પણ જોવા મળ્યા કે 30 વર્ષિય અભિનેત્રી કેન્દ્ર સરકારની ટીકા કરવાના કારણે ટ્રોલિંગનો શિકાર બની રહી છે. એટલા માટે તેમણે ટ્વિટર એકાઉન્ટ ડીએક્ટીવેટ કરી દીધુ છે.
પરંતુ સ્વરા ભાસ્કરે આ દાવાઓને એવું કહીંને નકારી કાઢ્યા કે, મારા ટ્વિટર છોડવા પાઠળનું કારણ જે માનવામાં આવી રહ્યું છે તે ખોટું છે. હાલમાં સ્વરા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે.
(ઇનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે