'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ની ભૂમિકામાં રણદીપ હુડ્ડાએ જીવ રેડી દીધો, ટ્રેલર જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

Swatantrya Veer Savarkar Trailer: ઘણા સમયથી રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર ચર્ચામાં છે અને ફિલ્મ મોસ્ટ અવેટેડ છે. જેનું આજે ટ્રેલર રિલીઝ  થયું છે. ટ્રેલર જોઈને તમારા રૂવાડાં ઊભા થઈ જશે. ઘણા સમયથી ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા જેનો આજે અંત આવ્યો છે. 

'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ની ભૂમિકામાં રણદીપ હુડ્ડાએ જીવ રેડી દીધો, ટ્રેલર જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

Swatantrya Veer Savarkar Trailer Out: રણદીપ હુડ્ડાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરના ટ્રેલરની ફેન્સ લાંબા સમયથી રાહ જોતા હતા જેનો આજે અંત આવ્યો છે. ફિલ્મનું દમદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. જેને જોયા બાદ તમારા રૂવાડાં ઊભા થઈ ઝશે. ટ્રેલરમાં રણદીપો લૂક ફેન્સને ખુબ જ શાનદાર લાગે છે. ફિલ્મમાં રણદીપ વીર સાવરકરની ભૂમિકામાં જોવા મળશે. જેના અનેક પોસ્ટર્સ અભિનેતાએ અત્યાર સુધીમાં પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ હેન્ડલ પર શેર કરેલા છે. 

ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અભિનય ઉપરાંત રણદીપ હુડ્ડાએ રાઈટર અને દિગ્દર્શન ક્ષેત્રે પણ પોતાનો સહયોગ આપ્યો છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. ફેન્સ ટ્રેલરના વીડિયો પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ટ્રેલરને શેર કરવાની સાથે અભિનેતાએ એક કેપ્શનમાં લખ્યું છે કે અંગ્રેજોએ તેમને સૌથી ખતરનાક વ્યક્તિ કહ્યો ભારતીય ક્રાંતિકાર તેમને વીર તરીકે સન્માન આપતા હતા. આ 22 માર્ચના રોજ થિયેટરોમાં ઈતિહાસ ફરીથી લખવામાં આવશે. સ્વતંત્રતાવીર સાવરકરના મહાકાવ્ય જીવન અને ભારતીય સશસ્ત્ર ક્રાંતિની વણકહી ગાથાના સાક્ષી બનો. 

દમદાર ટ્રેલર
રણદીપ હુડ્ડાએ ફિલ્મનું ટ્રેલર બહાર પાડતા તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી. ફિલ્મ 22 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરની શરૂઆત જેલમાં બંધ એક વ્યક્તિથી થાય છે. તેની સાથે નરેશનની પણ શરૂઆત થાય છે. એક અવાજ સંભળાય છે જે કહે છે કે આ એ કહાની નથી. આ સાથે જ કેટલાક અંગ્રેજ પાત્રો જોવા મળે છે. જે તે વ્યક્તિને ખતરનાક ગણાવી રહ્યા છે અને આ વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ વીર સાવરકર છે. 

અંકિતા લોખંડેની પણ ભૂમિકા
આ ટ્રેલરમાં એક ખાસ વાત એ પણ છે કે ફિલ્મમાં અંકિતા લોખંડેની પણ એક ખાસ ભૂમિકા છે. તેણે રણદીપ હુડ્ડા એટલે કે વીર સાવરકરની પત્નીની ભૂમિકા ભજવી છે. જે તેમના સમુદ્ર પાર કરવાથી ડરે છે અને તેમને ખોવાથી ડરે છે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જે આ મહિને અંત આવી જશે. ફિલ્મને સોમવારે મુંબઈની એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરાયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news