જેઠાલાલે પુત્રીના લગ્નમાં કર્યો હતો જબરદસ્ત ડાન્સ, સામે આવ્યો VIDEO

Taarak Mehta Ka Ooltah Chashmah: પુત્રીના લગ્નમાં નાચતા દિલીપ જોશીનો એક અનસીન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 

જેઠાલાલે પુત્રીના લગ્નમાં કર્યો હતો જબરદસ્ત ડાન્સ, સામે આવ્યો VIDEO

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ (Dilip Joshi AKA Jethalal) એ હાલમાં પોતાની પુત્રીના લગ્ન કર્યા છે. આ લગ્નના જશ્નમાં એક પિતાના રૂપમાં જોવા મળેલા દિલીપ જોશી બધાના દિલમાં વસી ગયા છે. લગ્ન અને તેની વિધિના ઘણા વીડિયો અને તસવીરો ઓનલાઇન વાયરલ થઈ હતી. પરંતુ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને દરેક ફેન પસંદ કરી રહ્યાં છે. 

પુત્રીના લગ્નમાં જેઠાલાલે કર્યો ડાન્સ
હવે સોશિયલ મીડિયા પર દિલીપ જોશીનો નવો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ડાન્સ કરી રહ્યા છે. દિલીપ જોશી પોતાની પત્ની સાથે નાચી રહ્યાં છે. લોકો કોમેન્ટ કરીને દિલીપના પરિવાર માટે ખુશીની દુવા માંગી રહ્યાં છે. જુઓ આ વીડિયો...

પુત્રીની વિદાય પર ભાવુક થઈ ગયા જેઠાલાલ
થોડા દિવસ પહેલા દિલીપ જોશીએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીની લગ્નની તસવીરો શેર કરી હતી. આ તકે ભાવુક થતા દિલીપ જોશીએ લખ્યુ- તમે ગીત અને ફિલ્મોથી ભાવનાઓ ઉધાર લઈ શકો છો, પરંતુ જ્યારે આ બધુ તમારી સાથે પ્રથમવાર થાય છે.. તે અનુભવ અદ્વિતીય હોય છે. તેમણે પરિવારમાં જમાઈ યશવર્ધનનું પણ સ્વાગત કર્યુ અને પ્રશંસકોનો તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો હતો. 

લખી હતી ઇમોશનલ નોટ
તેમણે આગળ કહ્યું- મારી નાની પુત્રી નિયતિ અને પરિવારમાં સૌથી નવા સભ્ય, મારા પુત્ર, યશોવર્ધન, આ અદ્ભુત યાત્રા માટે ખુબ-ખુબ શુભેચ્છાઓ. તે બધાનો આભાર, જેણે અમારી સાથે રહી કે અમારી ખુશીઓને શેર કરી. તેમના આશીર્વાદ અને દંપતિ માટે શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.. જય સ્વામિનારાયણ..

કોણ છે જેઠાલાનના જમાઈ
તમને જણાવી દઈએ કે યશોવર્ધન અને નિયતિ બંને એક-બીજાને છેલ્લા ચાર વર્ષથી જાણે છે. તે બંને કોલેજથી બંનેને જાણે છે. દિલીપ જોશીના પુત્ર યશોવર્ધન મિશ્રા બોલીવુડ ફિલ્મોમાં સ્ટોરી રાઇટર અને ગીતકાર અશોક મિશ્રાના પુત્ર છે. યશોવર્ધન અને નિયતિએ 8 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news