'Taarak Mehta' ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, અભિનેત્રીએ માંગી માફી, જાણો શું છે વિવાદ

મુનમુને એક વીડિયોમાં જાતિ વિશેષ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ ગયો અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરતા ધરપકડની માંગ કરી હતી.

'Taarak Mehta' ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, અભિનેત્રીએ માંગી માફી, જાણો શું છે વિવાદ

નવી દિલ્હીઃ 'તારક મેહતા કા ઉલ્ટી ચશ્મા'  ( Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) પોતાના એક વીડિયોને લઈને ખુબ ચર્ચામાં છે. મુનમુન એક વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી અને ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ અભિનેત્રીની ધરપકડની માંગ કરવા લાગી, ત્યારબાદ મુનમુને બધાની માફી માંગી છે. 

મુનમુનનો વીડિયો વાયરલ
હકીકતમાં હાલમાં મુનમુને એક વીડિયોમાં જાતિ વિશેષ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ ગયો અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરતા ધરપકડની માંગ કરી હતી. ટ્વિટર પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થઈ રહ્યો છે. 

— Munmun Dutta (@moonstar4u) May 10, 2021

શબ્દના અર્થ વિશે ખોટી જાણકારી હતી
મામલો વિવાદમાં આવ્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. મુનમુને એક નોટમાં લખ્યું- આ એક વીડિયોના સંદર્ભમાં છે જેને મેં કાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા ઉપયોગ કરાયેલા એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની ભાવનાને ઠેંસ પહોંચાડવાના ઈરાદાથી ક્યારેય કહેવામાં આવ્યું નથી. મારી ભાષાના અવરોધને કારણે, મને ખરેખર શબ્દના અર્થ વિશે ખોટી જાણકારી હતી. 

દરેકને માફી માંગવા ઈચ્છુ છું
પોતાની પોસ્ટમાં મુનમુને લખ્યુ- એકવાર જ્યારે મને તેનો અર્થ સમજાવવામાં આવ્યો મેં તત્કાલ તે ભાગ કાઢી નાખ્યો. મારૂ દરેક જાતિ, પંથ કે લિંગ માટે દરેક વ્યક્તિ માટે અત્યંત સન્માન છે અને આપણા સમાજ કે રાષ્ટ્રમાં તેના યોગદાનને હું સ્વીકાર કરુ છું. હું ઈમાનદારીથી  દરેક વ્યક્તિની માફી માંગવા ઈચ્છુ છું જે શબ્દના ઉપયોગથી અજાણતા દુખી થયા છે અને મને તેના માટે ખેદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news