Teaser: બંગાળી બાબુ બન્યો અક્ષય, આ રીતે ભારતને જીતાડશે 'ગોલ્ડ'

આ ફિલ્મથી ટીવી નાગિન મૌની રોય મોટા પડદા પર એન્ટ્રી લઈ રહી છે 

Teaser: બંગાળી બાબુ બન્યો અક્ષય, આ રીતે ભારતને જીતાડશે 'ગોલ્ડ'

નવી દિલ્હી : બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારની આગામી ફિલ્મ 'ગોલ્ડ'નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટીઝરમાં અક્ષય એક બંગાળી બાબુમોશાયના રોલમાં જોવા મળશે જે હંમેશા નશામાં રહે છે અને ઇંગ્લેન્ડ માટે હોકી રમીરમીને અપસેટ થઈ ગયો છે. જોકે પછી તે સંજોગોને બદલવાનો નિર્ણય લે છે અને પછી શરૂ થાય છે અક્ષયનો નવો પ્રવાસ. 

આ ફિલ્મથી ટેલિવિઝન ક્ષેત્રે નાગિન તરીકે ભારે લોકપ્રિય સાબિત થયેલી મૌની રાય બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મમાં તે અક્ષયની પ્રેમિકા તરીકે જોવા મળે છે.  જોકે, ટીઝરમાં મૌની એક કે બે ઝલક જ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા દેશ માટે હોકીની રમતમાં જીતાયેલા પહેલા ગોલ્ડમેડલની આસપાસ આકાર લે છે. ફિલ્મના ટીઝરમાં અક્ષયની એક્ટિંગ ઉડીને આંખે વળગે છે. આ ટીઝરને શેયર કરતી વખતે અક્ષયે લખ્યું છે કે, 'अभी तक भारत चुप था. अब हम लोग बोलेगा और दुनिया सुनेगा'.

— Akshay Kumar (@akshaykumar) February 5, 2018

અક્ષયકુમારની આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. હાલમાં અક્ષયની આગામી ફિલ્મ 'પેડમેન' રિલીઝ થવાની છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે અને અક્કી એના પ્રમોશનમાં લાગેલો છે. આ ફિલ્મને તેની પત્ની ટ્વિન્કલે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અક્ષય સાથે રાધિકા આપ્ટે અને સોનમ કપૂર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news