UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થન

Breaking News: વૈશ્વિક ફલક પર ફરી એક વાગ્યો ભારતનો ડંકો! UNSC માં પહેલાં કરતા મજબૂત બની ગઈ ભારતની સ્થિતિ...દુનિયાના દેશો કરે છે ભારતના વખાણ...

UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થન

India UNSC permanent seat : ફરી એકવાર ભારતે વૈશ્વિક ફલક પર લગાવી છે એક મોટી છલાંગ. ચીનની આડોડાઈ છતાં ભારતે પાર પાડયું છે પોતાનું મિશન. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાનો મજબૂત દાવો કરે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતીય બજાર રોકાણ માટે મોટા દેશોને આકર્ષી રહ્યું છે, આ સિવાય ભારત 17 ટકા વસ્તી સાથે વિશ્વમાં સૌથી આગળ છે. ભારત યુએનના સ્થાપક સભ્યોમાંનું એક છે અને તેણે હંમેશા સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક નેતા તરીકે તેની ઉભરતી છબીને અવગણી શકાય તેમ નથી.

હાલ કોણ છે UNSC ના અસ્થાયી સભ્યો ?
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને UNSC (સંયુક્ત રાષ્ટ્રસુરક્ષા પરિષદ) માં ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલ અસ્થાયી સભ્યો છે. ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે આપણી પાસે એક સુરક્ષા પરિષદ છે. જેમાં આપણે વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે. ફ્રાંસ સુરક્ષા પરિષદના વિસ્તારના પક્ષમાં છે. જેમાં જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલ સ્થાયી સભ્યો હોવા જોઈએ.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCના કાયમી સભ્ય તરીકે ભારતનો સમાવેશ કરવા પર આગ્રહ કર્યો છે. શ્રી મેક્રોને આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 89મા સત્રને સંબોધિત કરતી વખતે આ વાત કહી.

ફ્રાંસ બાદ આ દેશે ભારતને આપ્યું સમર્થનઃ
ફ્રાંસ બાદ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને સમર્થન આપ્યું છે.  ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીના 69મા સત્રની સામાન્ય ચર્ચાને સંબોધતા કીર સ્ટારમેરે કહ્યું કે યુએનએસસીએ વધુ પ્રતિનિધિ મંડળ બનવા માટે બદલાવ લાવવો પડશે. કીર સ્ટારમેરે વધુમાં જણાવ્યું હતું કે અમે કાઉન્સિલ, ભારત, બ્રાઝિલ, જાપાન અને જર્મનીમાં કાયમી સભ્યો તરીકે આફ્રિકન પ્રતિનિધિત્વ અને ચૂંટાયેલા સભ્યો માટે વધુ બેઠકો જોવા માંગીએ છીએ.

યુએનજીએમાં મેક્રોને શું કહ્યું?
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુએનજીએમાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. આ માટે પ્રતિનિધિઓની સંખ્યા વધારવી પડશે, તેમણે કહ્યું કે ફ્રાન્સ આ વૈશ્વિક સંસ્થાના વિસ્તરણને સમર્થન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રને સંબોધતા મેક્રોને કહ્યું કે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનને UNSCનું સ્થાયી સભ્યપદ મળવું જોઈએ અને આફ્રિકન દેશોના પ્રતિનિધિત્વનો નિર્ણય લેવા માટે ત્યાંના બે દેશોને પણ સામેલ કરવા જોઈએ.

શા માટે UNSC માં કાયમી સભ્ય પદ જરુરી છે?
જો ભારત UNSC નું કાયમી સભ્ય પદ બને છે તો વિશ્વના કોઈ પણ મોટા મુદ્દા પર ભારતની સહમતિ જરુરી બની જાય છે. આ સાથે જ કોઈ પણ દેશ કોઈ પણ નિર્ણય સાથે અસંમત હોય તો તે વીટો પાવરનો ઉપયોગ કરીને તેને રોકી શકે છે. વર્તમાનમાં સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સદસ્ય છે. જેમાં રશિયા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને અમેરિકા છે. અને 10 અસ્થાયી સદસ્યોમાં ભારત સામેલ છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. યુએન જનરલ એસેમ્બલીમાં બોલતા, મેક્રોને કહ્યું કે યુએનએસસીને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, આ માટે તેમણે બ્રાઝિલ, જાપાન, જર્મની અને ભારત સહિત બે આફ્રિકન દેશોની ઉમેદવારીનું સમર્થન કર્યું. અગાઉ, યુએસ પ્રમુખ જો બિડેન, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સહિત અન્ય વિશ્વ નેતાઓએ પણ યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. વાસ્તવમાં, ભારત લાંબા સમયથી UNSCમાં સુધારા અને એશિયન અને આફ્રિકન દેશોની ભાગીદારી વધારવાની માંગ કરી રહ્યું છે. પરંતુ ચીનના જિદ્દી વલણને કારણે આ શક્ય બન્યું નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news