TV show Going to be Off Air Soon: એક સમયે ટીઆરપીની રેસમાં આગળ દોડતો આ ટીવી શો જલદી બંધ થઈ જશે

કેટલીક ટીવી સિરીયલો આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં બંધ જવા જઈ રહી છે. જેનું કારણ છે નબળી ટીઆરપી. સૌથી ચૌંકાવનારું નામ એક એવી ટીવી સિરીયલનું છે જે પહેલા ટીઆરપીની રેસમાં ખુબ આગળ રહેતી હતી. 
 

TV show Going to be Off Air Soon: એક સમયે ટીઆરપીની રેસમાં આગળ દોડતો આ ટીવી શો જલદી બંધ થઈ જશે

TV show Going to be Off Air Soon: એવા રિપોર્ટ્સ છે કે અનેક ટીવી શો ઓગસ્ટમાં ઓફ એર થવા જઈ રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમની નબળી ટીઆરપી. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી કેટલીક સિરીયલ્સ તો શરૂ થયે માત્ર 4થી 5 મહિના જ થયા છે. જાણો લિસ્ટમાં તમારા કોઈ ફેવરિટ શોનું નામ છે કે નહીં. 

1. Nima Denzongpa: અનેક મહિનાથી ટીઆરપીમાં રહેવાની કોશિશ કરી રહેલી સિરીયલ નીમા ડેન્ઝોગપા પણ બંધ થવાને આરે પહોંચી ગયો છે. આ શોને જોઈતી ટીઆરપી મળતી નથી. જેથી કરીને આ શોને હવે બંધ કરીને તેના ટાઈમ સ્લોટમાં બીજી નવી સિરીયલ પિશાચિની લાવવામાં આવી રહી છે. 

2. Mithai: માત્ર ચાર મહિનાની અંદર જ આ શોના ડબ્બાગૂલ થઈ ગયા. આ શો દર્શકો પર કોઈ છાપ છોડી શક્યો નથી. દર્શકોના હ્રદયમાં જગ્યા ન બનાવી શકવાના કારણે હવે જેવું માનવામાં આવી રહ્યું હતું તે મુજબ શોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓગસ્ટમાં આ શોની જગ્યાએ સંજોગ નામની સિરીયલ આવશે. 

3. Kabhi Kabhi Ittefaq Sey: આ નામનો કોઈ શો ચાલતો હશે કે નહીં તે પણ કેટલાક દર્શકોને તો ખબર નહીં હોય. યેશા રૂઘાની અને મનન જોશી તેમાં લીડ ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ હવે આ શો બંધ થવાના સમાચાર આવી રહ્યા છે. તેની જગ્યાએ ઉડતી કા નામ રજ્જો નામનો શો આવી રહ્યો છે. 

4. Spy Bahu: સ્પાય બહુ નામનો શો પણ જલદી બંધ થવા જઈ રહ્યો છે. આ શોને પણ  ખુબ પ્રમોટ કરાયો હતો. આમ છતાં ટીઆરપી મળી નહીં. આથી ઓગસ્ટમાં આ શો હવે ઓફ એર થઈ જશે. તેની જગ્યાએ શેરદિલ શેરગિલ નામનો શો લોકોનું મનોરંજન કરવા માટે આવશે. 

5. Mose Chhal Kiye Jaye: આ શો ફક્ત પાંચ મહિનામાં બંધ થવાને આરે પહોંચી ગયો. બિગ બોસમાં નજરે પડેલી વિધિ પંડ્યા આ શોમાં લીડ ભૂમિકા ભજવી રહી હતી. પરંતુ શોને ટીઆરપી મળી નહીં. આથી બંધ કરવાનો નિર્ણય લેવાયો. ઓગસ્ટમાં આ શો ઓફએર થઈ જશે. આ શોની જગ્યાએ કોન બનેલા કરોડપતિ ટેલિકાસ્ટ થશે. 

6. Saath Nibhana Saathiya 2: સાથ નિભાના સાથીયાની પહેલી સીઝન ખુબ જ સુપરહિટ રહી હતી. અનેક વર્ષો સુધી આ શો ટીઆરપીની રેસમાં પણ રહ્યો પરંતુ હવે તે જાદુ સાથ નિભાના સાથીયા 2માં જોવા મળી રહ્યો નથી. આથી આ શો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ શો ઓગસ્ટમાં ઓફ એર થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news