'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના આ મોટા પાત્રની થશે બિગ બોસમાં એન્ટ્રી! અભિનેતાએ જાતે કર્યો ખુલાસો

તારક મહેતા છોડ્યા પછી ભવ્યા ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો હતો. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તે જલ્દી જ બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહ્યો છે.

Updated By: Dec 3, 2021, 07:11 PM IST
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના આ મોટા પાત્રની થશે બિગ બોસમાં એન્ટ્રી! અભિનેતાએ જાતે કર્યો ખુલાસો

નવી દિલ્હી: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવો શો છે જે ઘણા લાંબા સમયથી લોકોને મનોરંજન કરતો આવી રહ્યો છે. આ શોને પસંદ કરનારા લોકોની યાદી ઘણી લાંબી છે અને તેની પાછળનું કારણ દરેક પાત્રની શાનદાર એક્ટિંગ છે. પરંતુ હાલમાં જ સમાચાર સામે આવી રહ્યા છે કે આ શોનો એક જૂનો સભ્ય ટૂંક સમયમાં બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે અને હવે આ સમાચારનું સત્ય સામે આવ્યું છે.

બિગ બોસમાં થશે એન્ટ્રી!
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં ટપ્પૂની ભમિકા ભજવનાર ભવ્ય ગાંધી દર્શકોની વચ્ચે ઘણો પોપુલર છે. તેના સોશિયલ મીડિયા પેજ પર લોકો તેના સાથે જોડાયેલી અપડેટની રાહ જોઈને બેસી રહ્યા હોય છે. તારક મહેતા છોડ્યા પછી ભવ્યા ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો હતો. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તે જલ્દી જ બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહ્યો છે.

બિગ બોસ જવા માંગતા નથી
ઈટાઈમ્સની સાથે ઈન્ટરવ્યૂમાં ભવ્ય ગાંધીને પુછવામાં આવ્યું હતું કે શું તેઓ બિગ બોસ જેવા કોઈ રિયાલિટી શોમાં ભાગ લેવા માંગે છે, તો તેમણે તેના પર સ્પષ્ટ જવાબ આપ્યો. ભવ્યએ જણાવ્યું કે, એવા અહેવાલ સામે આવ્યા હતા કે હું બિગ બોસના ઘરમાં જવાનો છું, બિગ બોસ ઘણો પોપુલર શો છે પર હું ઈન્ટરેસ્ટેડ નથી. હું કોઈ એડવેન્ચર આધારિત રિયાલિટી શોનો વિકલ્પ પસંદ કરીશ. હું પણ અત્યારે મુંબઈમાં પાર્કૌર શીખી રહ્યો છું. તે એક અલગ સ્તરનો એડ્રેનાલાઈન રશ છે અને મને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ક્રિએટિવ રોલ કરવા માંગે છે ભવ્ય
ટપ્પુના પાત્રથી અલગ પોતાના વિશે વાત કરતાં ભવ્ય ગાંધી (Bhavya Gandhi) એ કહ્યું, 'મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો છે, જેમાં ઘણી મહિલાઓએ કહ્યું છે કે 'યે તો મેરા છોટા સા કૃષ્ણ હૈ'. ટપ્પુના પાત્રે મને ઘણું બધુ આપ્યું છે પરંતુ હું એ ઈમેજમાંથી બહાર આવવા માંગુ છું. હું વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવા આતુર છું. હું એક અભિનેતા તરીકે મારી સર્જનાત્મકતાને આગળ વધારવા માંગુ છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube