આલિયા ભટ્ટ પણ માની રહી છે બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ...

આલિયાનું માનવું છે કે, ઘણી વખતે યુવક યુવતીઓને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે અને કામ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ એમના સ્ટ્રગલના સમયમાં ઘણા એવા લોકો હોય છે કે જે એમનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

આલિયા ભટ્ટ પણ માની રહી છે બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ...

નવી દિલ્હી : બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા ભાઇ ભત્રીજાવાદ અને હવે કાસ્ટિંગ કાઉચ એક ગંભીર મુદ્દો બન્યો છે. હોલીવુડમાં હાર્વે વેનસ્ટાઇન સ્કેંડલ સામે આવ્યા બાદ અને #MeToo મૂવમેન્ટ સરૂ થયા બાદ બોલીવુડમાં પણ કાસ્ટિંગ કાઉચ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઘણા અભિનેતા અભિનેત્રીઓનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં કાઉચ છે પરંતુ અન્ય કેટલાક સ્ટાર્સ એવું માને છે કે ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ જેવું કંઇ નથી. આ વિવાદ વચ્ચે તાજેતરમાં જ આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારી વાત કરી અને ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ હોવાનો સ્પષ્ટ એકરાર પણ કર્યો. 

જોકે આલિયાએ કહ્યું કે, તેમણે ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય કાસ્ટિંગ કાઉચ અનુભવ્યું નથી. પરંતુ એમણે ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ હોવાની વાતનો એકરાર કર્યો. વાસ્તવમાં ડેક્કન ક્રોનિકલ સાથે કાસ્ટિંગ કાઉચ મામલે વાત કરતાં આલિયા ભટ્ટે કહ્યું કે, હું જાણું છું કે ઘણી વખત યુવક યુવતીઓને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે અને કામ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ સ્ટ્રગલના એ સમય દરમિયાન એવા ઘણા લોકો હોય છે કે જે એમનો ગેરફાયદો ઉઠવવા પ્રયાસ કરતા હોય છે. જોકે આવી સમસ્યાનો સામનો કરનારા યુવક યુવતીઓને સલાહ આપતાં આલિયાએ કહ્યું કે, એમણે પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઇએ અને જો આવી સ્થિતિ આવી પડે તો ઘરવાળાઓને આ વાત બતાવી દેવી જોઇએ અને પોલીસનો સંપર્ક કરવો જોઇએ. 

કેટલાક સમય પહેલા જ આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી રિલીઝ થઇ છે અને તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મની વાર્તા સત્ય ઘટના પર આધારિત છે અને ફિલ્મમાં આલિયા એક જાસૂસની ભૂમિકામાં જોવા મળી રહી છે. આલિયા સાથે આ ફિલ્મમાં વિક્કી કૌશલ લીડ રોલમાં છે અને ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news