10 દિવસ બાદ 'બેકાર' થઇ જશે તમારું આધાર, UIDAI કરી રહ્યું છે આ મોટો ફેરફાર

યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર નહી આપવો પડે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીના ઉપયોગ પર ભાર મુકશે.

10 દિવસ બાદ 'બેકાર' થઇ જશે તમારું આધાર, UIDAI કરી રહ્યું છે આ મોટો ફેરફાર

નવી દિલ્હી: ભારતીય અનન્ય ઓળખ અધિકાર (UIDAI) એ આધારમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર નહી આપવો પડે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીના ઉપયોગ પર ભાર મુકશે. આ બધુ આધારની સેફ્ટીને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. હવે ફક્ત 10 દિવસનો સમય બાકી રહી ગયો છે. 10 દિવસ બાદ તમારું આધાર 'બેકાર' થઇ જશે. જોકે બેકાર થવાનો મતલબ એ નથી કે તમારું આધાર વેલિડ નહી રહે. પરંતુ તેનો ઉપયોગ કદાચ જ કરવો પડશે. કારણ કે આધાર વર્ચુઅલ આઇડી દરેક જગ્યાએ કામ આવશે. પરંતુ શું હશે આ વર્ચુઅલ આડી? તેનો ફાયદો કેવી રીતે થશે? સામાન્ય જનતા તેનો ઉપયોગ કરી શાક્શે? અને કેવી રીતે નવા આઇડી જનરેટ થશે. આ તમામ પ્રશ્નોના જવાબ અમે તમને આપીશું.

શું હોય છે VID?
આધાર વર્ચુઅલ આઇડી એક પ્રકારનો ટેંપરરી નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે. જો તેને આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નથી. તેમાં કેટલી માહિતી હશે. UIDAI યૂજર્સને દરેક આધારનો એક વર્ચુઅલ આઇડી તૈયાર કરવાની તક આપશે. જો કોઇને ક્યાંય પોતાના આધારની માહિતી આપવી છે તો તે 12 આંકડાના આધારની જગ્યાએ 16 આંકડાનો વર્ચુઅલ આડી આપી શકે છે. વર્ચુઅલ આડી જનરેલ કરવાની સુવિધા 1 જૂનથી અનિવાર્ય થઇ જશે. 

ક્યાંથી જનરેટ કરી શકો છો VID?
આધાર વર્ચુઅલ આઇડીને UIDAI ના પોર્ટલ પરથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજીટલ આઇડી હશે. આધાર હોલ્ડર તેને ઘણી વખત જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફક્ત એક દિવસ માટે માન્ય હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર તેને વર્ચુઅલ આધાર આડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAI ની વેબસાઇટ પરથી જનરેટ કરી શકાય છે. 

આ રીતે જનરેટ કરો પોતાની VID

  •     VID જનરેટ કરવા માટે UIDAI ના હોમપેજ પર જાવ.
  •     હવે પોતાનો આધાર નંબર નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ નાખો અને SEND OTP પર ક્લિક કરો. 
  •     જે મોબાઇલ નંબરથી તમારું આધાર રજિસ્ટર્ડ હશે, તે નંબર પર OTP મોકલવામાં આવશે. 
  •     OTP નાખ્યા બાદ તમને નવી VID જનરેટ કરવાનું ઓપ્શન મળી જશે. 
  •     જ્યારે આ જનરેટ થઇ જશે તો તમારા મોઇબાઇલ નંબર પર તમારું વર્ચુઅલ આડી મોકલી દેવામાં આવશે. એટલે કે 16 આંકડાનો નંબર આવી જશે. 

વર્ચુઅલ આઇડીથી શું થશે?

    આ તમને ચકાસણી સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.

  •     વર્ચુઅલ આઇડી સાથે નામ, સરનામું અને ફોટોગ્રાફ જેવી ઘણી વસ્તુઓનું વેરિફિકેશન થઇ શકશે. 
  •     કોઇપણ યૂજર જેટલીવાર ઇચ્છે એટલીવાર વર્ચુઅલ આડી જનરેટ કરી શકશે.
  •     જૂનું આઇડી આપમેળે રદ થઇ જશે. 
  •     UIDAIના અનુસાર અધિકૃત એજંસીઓને આધાર કાર્ડ હોલ્ડર દ્વારા વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની પરવાનગી આપવામાં નહી આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news