OMG 2 Trailer: 3 ઓગસ્ટે સવારે 11 કલાકે રિલીઝ થશે OMG 2 ફિલ્મનું ટ્રેલર

OMG 2 Trailer: OMG 2 ફિલ્મ તેની સ્ટોરીને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ સેન્સર બોર્ડમાં અટવાઈ હતી. પરંતુ હવે સેન્સર બોર્ડે ફિલ્મને લીલીઝંડી આપી છે. જો કે ચર્ચાઓના કારણે લોકોની ફિલ્મનું ટ્રેલર જોવાની આતુરતા પણ વધી ગઈ છે. 

OMG 2 Trailer: 3 ઓગસ્ટે સવારે 11 કલાકે રિલીઝ થશે OMG 2 ફિલ્મનું ટ્રેલર

OMG 2 Trailer: બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ઓ માય ગોડ 2 ફિલ્મનું ટ્રેલર 2 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાનું હતું. પરંતુ ટ્રેલર લોન્ચને છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યું. આમ કરવાનું કારણ હતું નિતીન દેસાઈનું નિધન. બુધવારે સવારે ખબર સામે આવી કે બોલીવુડના જાણીતા આર્ટ ડિરેક્ટર નિતીન દેસાઈનું નિધન થયું છે. તેમના નિધનનું સન્માન કરતા અક્ષય કુમાર એ તેની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાનું. હવે આ ફિલ્મનું ટ્રેલર 3 ઓગસ્ટ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો:

અક્ષય કુમાર એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે OMG2 નું ટ્રેલર 3 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ટ્રેલર બુધવારે 2 ઓગસ્ટના રોજ રિલીઝ થવાનું હતુ. લોકો પણ આ ફિલ્મનું ટ્રેલર જોવા માટે આતુર હતા પરંતુ હવે આ ફિલ્મનું ટ્રેલર 3 ઓગસ્ટે જોવા મળશે. 

— Akshay Kumar (@akshaykumar) August 2, 2023

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નિતીન દેસાઈ બોલીવુડનું મહત્વનો ભાગ હતા તેમના નિધનથી બોલીવુડની મોટું નુકસાન થયું છે તેમનું સન્માન કરતા ટ્રેલર રીલીઝ નેટાળવામાં આવ્યું છે હવે ટ્રેલર ગુરુવારે 3 ઓગસ્ટે 11:00 વાગે રિલીઝ થશે.

જણાવી દઈએ કે અક્ષય કુમારની આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ સેન્સર બોર્ડમાં અપૃવલ માટે અટકી હતી. ઘણા લાંબા સમય પછી આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ત્યાર પછી લોકો પણ આ ફિલ્મની એક ઝલક ટ્રેલરમાં જોવા માટે આતુર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news