લોન્ચ થયું ‘Beyond The Cloudes’નું ટ્રેલર, તમે જોયું?

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ 20 એપ્રિલના દિવસે રિલીઝ થવાની છે

લોન્ચ થયું ‘Beyond The Cloudes’નું ટ્રેલર, તમે જોયું?

મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ 20 એપ્રિલના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મથી ઇશાન બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો છે. આ ફિલ્મમાં ઇશાન સાથે થિયેટર આર્ટિસ્ટ માલવિકા મોહન પણ જોવા મળશે. હાલમાં ફિલ્મનું બીજુ ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં ઇશાન ખટ્ટર અને માલવિકા બંને દમદાર રોલ અને લુકમાં જોવા મળી રહ્યા છે. 

આ ફિલ્મમાં ઇશાન અને માલવિકા ભાઇ-બહેનની ભુમિકામાં છે. માલવિકા ફિલ્મમાં ઇશાનની મોટી બહેનનું પાત્ર ભજવી રહી છે. કોઇ કારણસર માલવિકાએ જેલ જવું પડે છે અને ઇશાન તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. 

‘બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ’ બાદ ઇશાન ખટ્ટરની શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર સાથેની ‘ધડક’ રિલીઝ થશે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક છે, જેને કરણ જોહર બનાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news