જ્યારે Urvashi Rautela એ બધાની સામે ડાન્સ કરતા-કરતા ઉતારી દીધું પોતાનું ટોપ, જુઓ Video

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની લાઇફ અને કામ સાથે જોડાયેલા અપડેટ્સ પોતાના ફેન્સને આપતી રહે છે. જો અભિનેત્રીને સોશિયલ મીડિયા ક્વીન કહેવામાં આવે તો ખોટુ નથી.   

Updated By: Sep 20, 2021, 07:51 PM IST
જ્યારે Urvashi Rautela એ બધાની સામે ડાન્સ કરતા-કરતા ઉતારી દીધું પોતાનું ટોપ, જુઓ Video

નવી દિલ્હીઃ ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela) પોતાની અલગ અદાઓ માટે જાણીતી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાય જાય છે. અભિનેત્રીનો એક જૂનો વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સની પ્રેક્ટિસ કરતા-કરતા અલગ મૂડમાં જોવા મળી અને પોતાનું ટોપ ઉતારીને ફેંકી દે છે. 

ઉર્વશીનો વીડિયો
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની લાઇફ અને કામ સાથે જોડાયેલા અપડેટ્સ પોતાના ફેન્સને આપતી રહે છે. જો અભિનેત્રીને સોશિયલ મીડિયા ક્વીન કહેવામાં આવે તો ખોટુ નથી. પરંતુ ક્યારેક-ક્યારેક એવા વીડિયો શેર કરી દે છે જેથી તેણે ટ્રોલનો ભોગ બનવું પડે છે. ઉર્વશીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. 

ડાન્સ કરતા-કરતા ઉતાર્યુ ટોપ
આ વીડિયો ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં તે શાનદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતા-કરતા ઉર્વશી પોતાનું ટોપ ઉતારી દે છે. આ વીડિયોમાં અભિનેત્રી સુપરહિટ ગીત બિજલી કી તાર (Bijli Ki Taar) પર ડાન્સ કરી રહી છે. આ ગીત નેહા કક્કડના ભાઈ ટોની કક્કડે ગાયુ હતું.

આ પણ વાંચોઃ પ્રોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને મળ્યા જામીન, 19 જુલાઈએ થઈ હતી ધરપકડ

ઉર્વશીનું કામ
મહત્વનું છે કે પોતાના સેક્સી અને કિલર લુક્સને કારણે ફેન્સના દિલો પર રાજ કરનાર ઉર્વશી રૌતેલાના વર્કફ્રંટની વાત કરીએ તો તે વેબ સિરીઝ 'ઇન્સપેક્ટર અવિનાશ'માં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે રણદીપ હુડ્ડા જોવા મળશે. આ સિવાય ઉર્વશીની પાસે આવનારા સમયમાં અનેક મોટી ફિલ્મો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube