ફિલ્મ વોર પહેલા જ સોશિયલ મીડિયા પર છવાઇ વાણી કપૂર, ફોટો થઇ રહ્યા છે viral

રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથેની આગામી ફિલ્મ વોર રિલીઝ થાય એ પૂર્વે જ વાણી કપૂર ધૂમ મચાવી રહ્યા છે. વાણી કપૂરના હોટ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Updated By: Aug 2, 2019, 11:44 AM IST
ફિલ્મ વોર પહેલા જ સોશિયલ મીડિયા પર છવાઇ વાણી કપૂર, ફોટો થઇ રહ્યા છે viral

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર સામે આવતાં જ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂરે પણ કડી મહેનત કરી છે. તેણીએ પોતાની જાત માટે ઘણો પરસેવો પાડ્યો છે. જે ફિલ્મના ટીઝરની એક ઝલક પણ બતાવી દે છે. જોકે હાલમાં વાણી કપૂર પણ ચર્ચામાં ચાલી રહી છે. 

વાણી કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટા શેયર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસ્વીરોમાં વાણી કપૂરનો હોટ ન્યૂ લૂક દેખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર પ્રશંસકો વખાણના પુલ બાંધી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, રિતિક અને ટાઇગર સાથે વાણી ફિટ બેસે છે. 

ફિલ્મ વોરના ટીઝરમાં પોતાની બિકીની બોડીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનાર અભિનેત્રી વાણી કપૂરનું કહેવું છે કે, આ ફિલ્મ માટે જે હદ સુધી ફિટ રહેવાની જરૂરત હતી ત્યા સુધી પરસેવો પાડ્યો છે. વાણીએ ન્યૂઝ એજન્સી આઇએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું કે, દર્શકો પાસેથી સકારાત્મક પ્રતિક્રિયા મેળવવી હંમેશાથી મને સારી લાગે છે અને આ પ્રતિક્રિયા જોતાં મને સાચે જ ઘણી ખુશી મળે છે. ફિલ્મ માટે જેટલી ફિટનેસ જરૂરી હતી એ મેળવવા માટે ઘણી મહેનત કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Walking into the golden hour ☀️

A post shared by VK (@_vaanikapoor_) on

30 વર્ષિય આ અભિનેત્રીએ પરફેક્ટ બિકીની બોડી મેળવવા માટે પિલેટ્સ અને યોગા સાથોસાથ જિમમાં વેટ ટ્રેનિંગ પણ કરી છે. વાણીએ એ પણ કહ્યું કે, હું આ ફિલ્મને લઇને ઘણી ઉત્સાહિત હતી અને આ ફિલ્મમાં મારે કેવા દેખાવાનું છે એ રીતે મેં બોડીને ઢાળી છે. ડાયટિંગ કરવું અને કઠીન જિમ કરવું ઘણું જ આકરૂ હતું. ફિલ્મ વોરના નિર્દેશક સિધ્ધાર્થ આનંદ છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર : મનોરંજન, ગુજરાત, લાઇફ સ્ટાઇલ