માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કેમ છૂપાઈને ભારતમાં ઘૂસવા માંગતા હતાં? આ રહ્યું ચોંકાવનારું કારણ

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફૂર એક માલવાહક જહાજમાં છૂપાઈને ભારતમાં પ્રવેશ કરવા માંગતા હતાં પરંતુ તૂતીકોરિનના તટ પર તેઓ પકડાઈ ગયાં.

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કેમ છૂપાઈને ભારતમાં ઘૂસવા માંગતા હતાં? આ રહ્યું ચોંકાવનારું કારણ

નવી દિલ્હી: માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફૂર એક માલવાહક જહાજમાં છૂપાઈને ભારતમાં પ્રવેશ કરવા માંગતા હતાં પરંતુ તૂતીકોરિનના તટ પર તેઓ પકડાઈ ગયાં. આ કડીમાં માલદીવની પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે  કે તેઓ સમુદ્રના રસ્તે દેશ છોડીને ભાગવાની કોશિશોમાં હતાં પરંતુ પકડાઈ ગયાં. માલદીવ પોલીસના જણાવ્યાં મુજબ અદીબ પર સાર્વજનિક સંપત્તિનો ખોટો ઉપયોગ, કદાચાર અને મની લોન્ડરિંગના આરોપ છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે તેમના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકેલો છે. આ આરોપોમાં 31 જુલાઈ, 2019ના રોજ તેમણે માલદીવ પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર  થયા નહીં. માલદીવ પોલીસ સર્વિસ આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે વાત કરીને અહેમદ અદીબ અબ્દુલ ગફૂરને પાછા માલદીવ લાવવાની કોશિશો થઈ રહી છે. ગફૂરને દેશ છોડીને ભાગવામાં મદદ કરનારાઓ પણ અપરાધીક તપાસનો ભાગ હશે. 

ભારતીય અધિકારીઓએ નૌકા પર પૂછપરછ કરી
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની તામિલનાડુના તૂતીકોરિન તટ પર નજીકના તટરક્ષકો તથા ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા પૂછપરછ થઈ રહી છે. અદીબ એક કાર્ગો એટલે કે માલવાહક જહાજમાં સવાર હતાં. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તૂતીકોરિન બંદરથી જહાજ વિર્ગો 9 માલદીવ ગયું હતું. તે પાછું ફરતા અદીબ જહાજમાં બેસી ગયા હતાં. તટરક્ષક બળ અને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ભારતમાં શિપિંગ એજન્ટ દ્વારા જહાજમાં વધારાના સભ્યની હાજરી હોવાની સૂચના મળતા જહાજમાં સવાર ભારતીય અધિકારીઓ અદીબની પૂછપરછમાં લાગ્યાં. અધિકારી અદીબના જહાજમાં સવાર થવાની અને અન્ય માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે. જહાજ વિર્ગો 9 સિંગાપુરમાં રજિસ્ટર્ડ થયેલું છે. અદીપ 2015માં માલદીવના ઉપ રાષ્ટ્રપતિ હતાં. ત્યારબાદ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને ઉપરાષ્ટ્રપતિ પદેથી હટાવી દેવાયા. સૂત્રોના જણાવ્યાં મુજબ એ પણ બની શકે કે તેઓ ભારતમાં શરણ લેવા માટે ઈચ્છુક હોય. 

ભારત અને માલદીવ વચ્ચે ખુબ જ નીકટના સંબંધ છે. આ જ કારણે સરકાર ખુબ સંવેદનશીલ રીતે આ મામલાને જોઈ રહી છે. આ માટે ગુરુવારના રોજ વિદેશ મંત્રાલયે આ અંગેના સંબંધિત અહેવાલો પર કહ્યું કે અમે આ રિપોર્ટની સત્યતાની તપાસ કરી રહ્યાં છીએ. અહેમદ અદીબની અટકાયતના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે અમે રિપોર્ટની ખરાઈની માહિતી માટે કોશિશ કરી રહ્યાં છીએ. અમે તેમની સરકાર સાથે સંપર્ક કરીશું અને માહિતી મેળવીશું કે શું આ રિપોર્ટ સાચો છે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news