વનરાજ શાહને મળશે Anupama અને Anuj ના લગ્નનું પહેલું કાર્ડ, આ દિવસે કરશે સગાઈ!

Anupama Upcoming Twist: સીરિયલ 'અનુપમા'ના આગામી એપિસોડમાં અનુજ અને અનુપમાના લગ્નની તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે. અનુજ સૌથી પહેલા વનરાજને તેમના લગ્નું કાર્ડ આપશે.

વનરાજ શાહને મળશે Anupama અને Anuj ના લગ્નનું પહેલું કાર્ડ, આ દિવસે કરશે સગાઈ!

નવી દિલ્હી: TRP લિસ્ટના ટોપ ટીવી શો 'અનુપમા'માં હવે તે મોડ આવી ગયો છે જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા. જી હાં! ગત વર્ષથી ચાલી રહેલી અનુજ કપાડિયા અને અનુપમા જોશીની લવ સ્ટોરી હવે લગ્ન સુધી પહોંચવા જઈ રહી છે. અનુપમાએ આખી દુનિયા સામે તેના લગ્નની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. હવે ટૂંક સમયમાં અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છો કે આ લગ્નનું પહેલું કાર્ડ કોને મળવાનું છે? આવો અમે તમને જણાવીએ કે આ શોના આવનારા 3 મહાટ્વિસ્ટ વિશે...

વનરાજ શાહને આપશે લગ્નું પહેલું કાર્ડ!
'અનુપમા'ના આજે એટલે કે શુક્રવારના એપિસોડમાં આપણે જોઈશું કે અનુજ અકસ્માતમાં બચી જશે અને અનુપમાએ ડાન્સના સ્ટેજ પરથી અનુજ સાથે લગ્નની જાહેરાત કરી છે. આ જાહેરાત સાંભળી બા, વનરાજ અને કાવ્યા ગુસ્સે થઈને ત્યાંથી જતા રહે છે. ત્યારે બાપુજી, કિંજલ, સમર અને દેવિકા આ વાતની ખુશી મનાવતા જોવા મળશે. ત્યારે હવે ટૂંક સમયમાં લગ્નની તૈયારી શરૂ થવા જઈ રહી છે. અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife ના સમાચાર અનુસાર અનુજ અને અનુપમા એટલે કે #MaAn તેમના લગ્નનું પહેલું કાર્ડ વનરાજ શાહને આપવાના છે.

શાહ હાઉસમાંથી બહાર થશે અનુપમા
ત્યારે આગામી દિવસોમાં તમને જોવા મળશે કે અનુજ અને અનુપમાના લગ્નનો વિરોધ કરતા બાને આઘાત લાગશે. તેઓ ગુસ્સામાં અનુપમાને શાહ હાઉસમાંથી બહાર કાઢી મુકે છે. એટલું જ નહીં તેઓ અનુપમા સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખવાની વાત કરશે. એટલે કે ફરી એકવાર અનુપમા અને અનુજ સાથે રહેવાનું શરૂ કરવા જઈ રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

ફરી એકવાર થશે બે સગાઈ?
સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, અનુજ અને અનુપમાના લગ્ની જાહેરાત તો થઈ ગઈ, ત્યારે બીજી તરફ રાજન શાહીના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા અને અભિમન્યુની સગાઈ થવાની છે. તેથી હવે મેકર્સે બંને શોનો મહાસંગમ પ્લાન કર્યો છે. એટલે કે એવું પણ થઈ શકે છે કે, અક્ષરા અને અભિમન્યુની સગાઈ દરમિયાન અનુપમા અને અનુજની પણ સગાઈ કરવામાં આવે. રવિવારના આ મહાસંગમ એપિસોડ પ્રસારિક કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news