IPL ના 1 દિવસ પહેલા વિવાદ! સંજૂ ભડક્યો તો RR એ કરી સોશિયલ મીડિયા ટીમ બદલવાની જાહેરાત

IPL 2022: આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં વિવાદ ઉભો થયો છે. હવે ફ્રેન્ચાઈઝીએ એક સત્તાવાર નિવેદન જાહેર કરી તેમના સોશિયલ મીડિયા ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

IPL ના 1 દિવસ પહેલા વિવાદ! સંજૂ ભડક્યો તો RR એ કરી સોશિયલ મીડિયા ટીમ બદલવાની જાહેરાત

નવી દિલ્હી: આઇપીએલ 2022 ની શરૂ થવાના થોડા કલાક બાકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં યોજાનાર મેચ દ્વારા આ સીઝનની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં વિવાદ ઉભો થઈ ગયો છે.

રાજસ્થાન રોયલના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેમના કેપ્ટન સંજૂ સેમસનને લઇને એક મીમ પોસ્ટ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મીમ કેપ્ટન સંજૂ સેમસનને પસંદ આવ્યું નથી અને તેણે એક ટ્વિટ કરતા ટીમને પ્રોફેશનલ વલણ અપનાવવાની સલાહ આપી છે.

— Sanju Samson (@IamSanjuSamson) March 25, 2022

જોકે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે ડિલીટ પણ કર્યું હતું. આ આખા વિવાદ બાદ રાજસ્થાન રોયલ્સે એક સત્તાવાર નિવેદન જાહેર કરી તેમની સોશિયલ મીડિયા ટીમમાં ફરેફરા કરવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાન રોયલ્સે લખ્યું, આજની ઘટનાને ધ્યાનમાં રાખી અમે અમારી સોશિયલ મીડિયા ટીમ અને વલણમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સ્ક્વોડમાં બધુ જ યોગ્ય છે અને ટીમ સનરાઈઝર્સની સામે પહલી મેચ માટે તૈયાર છીએ. મેનેજમેન્ટ અમારી સંપૂર્ણ ડિજિટલ સ્ટ્રેટર્જીને ફરીથી જોશે અને નવી ટીમની નિયુક્તિ કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે આ આઇપીએલ સીઝન છે અને ફેન્સ ઇચ્છે છે કે અકાઉન્ટમાંથી સતત પોસ્ટ અપડેટ થઈ રહે. અમે વચગાળાના અસ્થાઈ ઉકેલની શોધમાં છીએ.

રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા સંજૂ સેમસન સહિત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ત્યારબાદ હરાજીમાં ટીમે શિમરોન હેટમેયર, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિન જેવા મોટા સ્ટાર પોતાની સાથે જોડ્યા. ટીમના સપોર્ટ સ્ટાફમાં કુમાર સંગકારા, લસિથ મલિંગા જેવા લેજન્ડ્સ હાજર છે.

રાજસ્થાન રોયલ્સ તેમના અભિયાનની શરૂઆથ પુણેમાં 29 માર્ચના સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચથી કરશે. રાજસ્થાન રોયલ્સે શેન વોર્નની આગેવાનીમાં 2008 માં ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ તેમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. હવે ફેન્સ આ સીઝનમાં તેમની ટીમથી ઘણી આશા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news