સારા અલી ખાને વરૂણ ધવન સાથે શેર કરી દીધો એવો ફોટો, ઇન્ટરનેટ પર મચી ગઈ ધમાલ

Varun Dhawan Sara Ali Khan: વરૂણ ધવન અને સારા અલી ખાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયા છે. સારાએ વરૂણ સાથે પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
 

સારા અલી ખાને વરૂણ ધવન સાથે શેર કરી દીધો એવો ફોટો, ઇન્ટરનેટ પર મચી ગઈ ધમાલ

નવી દિલ્હીઃ Varun Dhawan Sara Ali Khan:બોલીવુડ અભિનેતા વરૂણ ધવન આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ભેડિયા (Bhediya) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. પરંતુ આ વચ્ચે વરૂણ ધવન ફિલ્મના પ્રમોશનથી બ્રેક લઈને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયો છે, તેણે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

બંનેએ બીચ પર ક્લિક કરી સેલ્ફી
વરૂણ ધવને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે, જેમાં તે સારા અલી ખાન સાથે ગોવાના બીચ પર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં સારા અલી ખાન રેડ કલરની બિકિનીમાં છે. તો વરૂણ ધવન શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને સિતારાની બોન્ડિંગ જોવા મળી રહી છે. વરૂણે આ તસવીરને શેર કરતા લખ્યું, iffi2022. સારાએ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરૂણની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- Sea You.

ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે સારા અને વરૂણ
ગોવામાં આજે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થયો છે, જેમાં આ વર્ષે ભારતીય સિનેમાના 100 વર્ષ થવાના જશ્નની ઉજવણી કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં સારા અને વરૂણ ધવન પરફોર્મ કરશે. તો આર્યન, મૃણાલ ઠાકુર અને ઘણા અન્ય સિતારાઓ પણ પરફોર્મ કરવાના છે. 

આ પણ વાંચો- Too Hot: આ બે બોલ્ડ બહેનોની જોડીની બોલીવુડમાં છે બોલબાલા! ફિગર પર ફિદા છો ચાહકો

વરૂણ અને સારાની ફિલ્મો
નોંધનીય છે કે સારા અલી ખાન અને વરૂણ ધવન કુલી નંબર 1માં સાથે કામ કરી ચુક્યા છે, જેમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે વરૂણ પોતાની નવી ફિલ્મ ભેડિયાની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જે 25 નવેમ્બર 2022ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો સારા ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે. પરંતુ હજુ આ ફિલ્મના ટાઇટલની જાહેરાત થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news