Dilip Kumar passes away: અભિનેતા દિલીપકુમારનું 98 વર્ષની વયે નિધન
દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. દિલીપકુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.
Trending Photos
મુંબઈ: દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar) નું નિધન થયું છે. દિલીપકુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. મુંબઈમાં અનેકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિલિપકુમારના નિધનથી બોલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દિલિપકુમારે આજે સવારે 7.30 વાગે મુંબઈના ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલના ડો.પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલિપકુમારના નિધનની પુષ્ટિ કરી છે.
દિલીપકુમારના અંતિમ સંસ્કાર આજે મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કરાશે. દિલીપકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ એક દિવસ પહેલા જણાવ્યું હુતં કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને આજે તેમના નિધનના સમાચારે બધાને આઘાતમાં મૂકી દીધા.
દિલીપકુમારનું અસલ નામ મોહમ્મદ યુસૂફ ખાન હતું અને તેમનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલીવુડમાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ દિલીપકુમાર બોલીવુડના પહેલા સુપરસ્ટાર બન્યા અને તેમણે એકથી એક સફળ ફિલ્મો આપી.
Veteran actor Dilip Kumar passes away at the age of 98, says Dr Jalil Parkar, the pulmonologist treating the actor at Mumbai's PD Hinduja Hospital
(File pic) pic.twitter.com/JnmvQk8QIk
— ANI (@ANI) July 7, 2021
દિલીપકુમાર બોલીવુડના ટ્રેજડી કિંગ તરીકે પણ ઓળખાતા હતા. તેમણે પોતાની કરિયરમાં શહીદ, મેલા, અંદાજ, જોગન, બાબુલ, દાગ, આન, દેવદાસ, આઝાદ, નયા દૌર, મધુમતી, પૈગામ, કોહિનૂર, મુઘલ એ આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, ગોપી, ક્રાંતિ, શક્તિ, વિધાતા, કર્મા અને સૌદાગર જેવી સુપરડુપર હિટ ફિલ્મો આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે