અમૂલ મિલ્કમેનને ફિલ્મી પડદે ચમકાવનાર બોલિવુડ અભિનેતા ગિરીશ કર્નાડનું નિધન
વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. જ્યારે તેમનુ નિધન થયું ત્યારે તેઓ બેંગલુરુમાં હતા. ગિરીશ કર્નાડના નિધનથી બોલિવુડમાં શોક વ્યાપી ગયો છે. ખાસ કરીને એ કલાકારોમાં જેઓએ તેમની સાથે કામ કર્યુ હતું.
Trending Photos
નવી દિલ્હી :વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. જ્યારે તેમનુ નિધન થયું ત્યારે તેઓ બેંગલુરુમાં હતા. ગિરીશ કર્નાડના નિધનથી બોલિવુડમાં શોક વ્યાપી ગયો છે. ખાસ કરીને એ કલાકારોમાં જેઓએ તેમની સાથે કામ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ગિરીશ કર્નાડનો જન્મ 19 મે, 1938ના રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકારના તરીકે લોકો ઓળખતા હતા. 1960ના દાયકામાં યાયાતી (1961), ઐતિહાસિક નાટ તુગલક (1964) જેવા નાટકોમાં લોકોએ તેમને બહુ જ પસંદ કર્યા હતા. જ્યારે કે તેમના ત્રણ મહત્વપૂર્ણ કૃતિઓ હયવદના (1971), નગા મંડલા (1988) અને તલેડેંગા (1990)ને આંતરરાષ્ટ્રીય સરાહના મળી હતી. કર્નાડને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ તેમની હાલમાં જ આવેલ બોલિવુડ ફિલ્મો છે.
અમૂલની ફિલ્મમાં કર્યું હતું કામ
ડિરેક્ટર શ્યામ બેનેગલે 1976માં ગુજરાતની મિલ્ક મૂવમેન્ટ પર ‘મંથન’ નામની ફિલ્મ બનાવી હતી. જેમાં અમૂલના સર્જક અને મિલ્કમેન તરીકે પ્રખ્યાત વર્ગીસ કુરિયનનો રોલ ગિરીશ કર્નાડે ભજવ્યો હતો. આ ફિલ્મમાં એક્ટ્રેસ સ્મીતા પાટીલે પણ કામ કર્યું હતું. આ ફિલ્મ અમૂલ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતની સફેદ ક્રાંતિને વર્ણવવામાં આવી છે.
ગિરીશ કર્નાડની હિન્દીની સાથે સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર પણ સારી પકડ હતી. 1974-75ના વર્ષમાં તેઓ FTII પૂણેના ડાયરેક્ટર પદ પર પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ તેમણે સંગીત નાટક અકાદમી અને નેશનલ અકાદમી ઓફ પરર્ફોર્મિંગ આર્ટસના ચેરમેનનું પદ પણ સંભાળ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે