શું સારા અલી ખાનને કાર્તિક આર્યને આપ્યા LOVE BITE! આ PHOTO ખાઈ રહ્યો છે ચાડી

સારા અલી ખાન (Sara Ali Khan)ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીર પછી સારાના ચાહકો તેના અને કાર્તિક આર્યન (Kartik Aaryan)ના સંબંધો વિશે સવાલ કરી રહ્યા છે. 

Updated By: Jan 23, 2020, 07:10 PM IST
શું સારા અલી ખાનને કાર્તિક આર્યને આપ્યા LOVE BITE! આ PHOTO ખાઈ રહ્યો છે ચાડી

નવી દિલ્હી : સારા અલી ખાન (Sara Ali Khan)ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીર પછી સારાના ચાહકો તેના અને કાર્તિક આર્યન (Kartik Aaryan)ના સંબંધો વિશે સવાલ કરી રહ્યા છે. Viral Bhayaniના એકાઉન્ટથી શેયર કરવામાં આવેલી આ તસવીરમાં સારા પીળા ટોપ અને બ્લુ રંગના શોર્ટસ પહેર્યા છે. આ તસવીરના ચાહકો બહુ વખાણ કરી રહ્યા છે પણ સાથેસાથે એક સવાલ પણ કરી રહ્યા છે. આ તસવીરમાં સારાની ગરદનના હિસ્સામાં એક લાલ ચકામું જોવા મળી રહ્યું છે. આ ચકામા વિશે લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ લવબાઇટ છે? આ નિશાન પછી લોકો સારા અને કાર્તિકના સંબંધો વિશે પણ સવાલ કરી રહ્યા છે. 

દિવસેને દિવસે વધી રહી છે કેટરિના અને વિક્કી વચ્ચેની પ્રેમની આગ, મળ્યો પુરાવો

બોલિવૂડનું સારા અલી ખાન અને કાર્તિક આર્યનનું ક્યુટ કપલ હંમેશા પોતાના અફેરને લઇને ચર્ચામાં રહે છે. બંનેની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તાજેતરમાં સારાના પિતા સૈફ અલી ખાને કાર્તિક આર્યનને સારો છોકરો જણાવતાં પોતાની પુત્રીનો સપોર્ટ કર્યો હતો. જોકે હવે માહિતી મળી રહી છે કે સારા અને કાર્તિક વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. 

અમૃતા સિંહ સાથેના તલાક વિશે 16 વર્ષ પછી બોલ્યો સૈફ અલી ખાન, કહ્યું કે...

સારા અને કાર્તિક આર્યનની લવ આજકલ નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના ટ્રેલરે લોન્ચ સાથે જ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. આ ફિલ્મના ટ્રેલરમાં સારા અને કાર્તિક લિપ લોક કરતા દેખાય છે. આ ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરુષિ શર્માની ફ્રેશ જોડી નજરે આવી રહી છે. ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડીને ઘણી સ્પેસ મળ્યો છે. બંનેની ઓનસ્ક્રીન કેમસ્ટ્રી ઘણી શાનદાર લાગી રહી છે. જૂની કહાનીમાં નવા ચહેરા સિવાય ફિલ્મમાં સારા અલી ખાનની બોલ્ડનેસની પણ ઝલક જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...