રિશી કપૂરે પાકિસ્તાન પીએમને ટ્વિટ કરીને આપી દીધી સલાહ, ધડાધડ થઈ વાયરલ

ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. \

રિશી કપૂરે પાકિસ્તાન પીએમને ટ્વિટ કરીને આપી દીધી સલાહ, ધડાધડ થઈ વાયરલ

મુંબઈ : ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. પીએમ મોદીના આ પગલાંને જોઈને બોલિવૂડ એક્ટર રિશી કપૂરે ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રિશી કપૂરે પોતાના ટ્વિટમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને કોરોના વાયરસ સામે કડક પગલા ભરવાની સલાહ પણ આપી હતી.

— Rishi Kapoor (@chintskap) March 19, 2020

રિશી કપૂરે પોતાના ટ્વિટમાં પાકિસ્તાન પર ચિંતા વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘તમામ યોગ્ય આદર સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેમના દેશને પૂરતી સાવચેતી રાખવાની સલાહ આપવી જોઈએ. પાકિસ્તાનના લોકો પણ અમને પ્રિય છે. એક સમયે આપણે બધા એક હતા. અમે પણ ચિંતિત છીએ. આ વૈશ્વિક કટોકટી છે. અમે તમને પ્રેમ કરીએ છીએ. માનવતા જીંદાબાદ.’

કોરોના વાયરસ અંગે ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોનાના કારણે ગરીબ દેશોના અર્થતંત્ર પર અસર પડશે. પાકિસ્તાનમાં સ્થિતિ બગડશે તો મેડિકલ વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ થઈ જશે. આ સ્થિતિમાં વિશ્વના ધનિક દેશોએ અમારી મદદ કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news