વાઇરલ થયો સની લિયોનીનો સાઇકલ સ્ટન્ટ, 16 લાખથી વધારે લોકોએ લાઇક કર્યો વીડિયો

સની લિયોની ચાહકોની સંખ્યા ઘણી વધારે છે જેના કારણે તે કંઈ પણ કરે એ વાઇરલ બની જાય છે. હાલમાં સની એક રિયાલિટી શોના શૂટિંગમાં વ્યસ્ત છે.

વાઇરલ થયો સની લિયોનીનો સાઇકલ સ્ટન્ટ, 16 લાખથી વધારે લોકોએ લાઇક કર્યો વીડિયો

નવી દિલ્હી : સની લિયોની ચાહકોની સંખ્યા ઘણી વધારે છે જેના કારણે તે કંઈ પણ કરે એ વાઇરલ બની જાય છે. હાલમાં સની એક રિયાલિટી શોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ દરમિયાન સનીનો એક સ્ટન્ટ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સની રસ્તા પર બેઠી છે અને લક્ષ્ય નામનો છોકરો સાઇકલ સ્ટન્ટ કરે છે. આ વીડિયો અત્યાર સુધી 16 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે અને એના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. 

સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેયર કરીને લખ્યું છે કે મેં આ સ્ટન્ટ કરવા માટે બહુ વિનંતી કરી હતી. આ વીડિયોમાં સની રોડ પર ગુલાબી રંગનું હેલ્મેટ પહેરીને બેઠી છે અને બાજુમાં રણવિજય સિંહ લાલ રંગના ટી શર્ટમાં જોવા મળે છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

  
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવી જગ્યા છે જ્યાં કોઈપણ વસ્તુ ટ્રેન્ડ થવા લાગે છે. લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) રિઝલ્ટમાં પણ એકાએક Sunny Leone ટોપ ટ્રેન્ડ લિસ્ટમાં શામેલ થઈ ગઈ હતી. હકીકતમાં ચૂંટણી વિશે વાત કરતી વખતે ન્યૂઝ એન્કરના મોંમાંથી Sunny Deolની જગ્યાએ Sunny Leone નીકળી ગયું અને આ ક્લિપ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ હતી.

 

— Sunny Leone (@SunnyLeone) May 25, 2019

સનીની કરિયરની વાત કરીએ તો બિગ બોસમાં પોતાની ઓળખ મેળવ્યા પછી સનીને અનેક ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. તેના જીવન પરથી બનેલી વેબ સિરિઝ 'કરનજીત કૌર' બહુ ફેમસ રહી છે. હાલમાં સની પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news