ન્યૂ યોર્કમાં રિશી કપૂર ડુબી ગયો છે દુખના દરિયામાં, કહ્યું કે...

હાલમાં મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રિશીએ પોતાની ટ્રીટમેન્ટ વિશે વાત કરી કરી. તેણે કહ્યું કે ભારત આવવામાં હજી બે મહિના લાગી શકે છે કારણ કે તેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન હજી બાકી છે

ન્યૂ યોર્કમાં રિશી કપૂર ડુબી ગયો છે દુખના દરિયામાં, કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ એક્ટર રિશી છેલ્લા આઠેક મહિનાથી ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં રિશીએ પોતાની બીમારી વિશે વિગતવાર માહિતી આપી છે. તેણે સ્વીકાર્યું છે કે તે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. હાલમાં તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે આજે મને ન્યૂયોર્કમાં આઠ મહિના થઈ ગયા છે. શું હું ક્યારેય ઘરે જઈ શકીશ?

— Rishi Kapoor (@chintskap) May 30, 2019

હાલમાં મીડિયા સાથે એક ઇન્ટરવ્યૂમાં રિશીએ માહિતી આપી છે કે હજી તેને ન્યૂયોર્કથી ભારત પરત આવવામાં 2 મહિના જેટલો સમય લાગશે. આ ઇન્ટરવ્યૂમાં રિશીએ નીતુ કપૂરના વખાણ કરતા કહ્યું છે કે આ કપરા સમયમાં નીતુ મારી સાથે અડગ રહી. હું તો બહુ લાપરવાહ વ્યક્તિ છું. મારા બાળકો રણબીર અને રિદ્ધિમાં પણ મારો મોટો સહારો સાબિત થયા છે. 

થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું કે પોતો જલ્દી સાજા થઈ જશે. રિશી કપૂરને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ પરત ફરશે. રિશીએ કહ્યું છે કે સારવારની પ્રક્રિયા લાંબી અને થકવી નાખી દે તેવી છે. કોઈપણ વ્યક્તિને આના માટે ધૈર્યની જરૂર હોય છે. આ મારા માટે પણ મુશ્કેલ છે. મને ખાતરી છે કે આ બ્રેક એક્ટર તરીકે ભવિષ્યમાં મને મદદ કરશે. 66 વર્ષના રિશી છેલ્લે ફિલ્મ મંટોમાં જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news