'The Kashmir Files' ની ભવ્ય સફળતા બાદ વિવેક અગ્નિહોત્રી બનાવશે આ ફિલ્મ! કંગના સાથે હાથ મિલાવ્યો

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના દિમાગમાં પોતાની આગામી ફિલ્મને લઈને કેટલાંક આઈડિયાઝ છે, જેમાંથી કોઈ એક આઈડિયાઝ પર તેઓ ફિલ્મ બનાવવા માંગે છે. તેમાંથી એક ફિલ્મ માટે તેઓ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતનો પણ સંપર્ક કર્યો છે.

'The Kashmir Files' ની ભવ્ય સફળતા બાદ વિવેક અગ્નિહોત્રી બનાવશે આ ફિલ્મ! કંગના સાથે હાથ મિલાવ્યો

નવી દિલ્હી: ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની હાલ દેશભરમાં ભારે ચર્ચા થઈ રહી છે. તેઓની પોતાની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની ભવ્ય સફળતાની મઝા લઈ રહ્યા છે. સમગ્ર દેશમાં ફિલ્મની ચર્ચા છે, ઘણા રાજ્યોમાં તેમની ફિલ્મને ટેક્સ ફ્રી કરી નાંખવામાં આવી છે. પરંતુ આ ફિલ્મની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ પોતાની આગામી ફિલ્મ પર કામ કરવામાં હવે સહેજ પણ કચાશ રાખવા માંગતા નથી. તેઓ પોતાની ફિલ્મ આગામી ફિલ્મ માટે કંગના રનૌતને કાસ્ટ કરવાની ફિરાકમાં છે.

આગામી મહિને થશે ફિલ્મની જાહેરાત
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના દિમાગમાં પોતાની આગામી ફિલ્મને લઈને કેટલાંક આઈડિયાઝ છે, જેમાંથી કોઈ એક આઈડિયાઝ પર તેઓ ફિલ્મ બનાવવા માંગે છે. તેમાંથી એક ફિલ્મ માટે તેઓ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતનો પણ સંપર્ક કર્યો છે. પરંતુ અત્યારે આ ફિલ્મને લઈને કંઈ ફાઈનલ થયું નથી. રિપોર્ટ્સ અનુસા જો બધુ બરાબર ચાલ્યું તો આગામી મહીનામાં ફિલ્મની જાહેરાત કરવામાં આવી શકે છે.

કંગનાએ પણ દેખાડ્યો રસ
અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife અનુસાર એક નજીકના સૂત્ર એ જણાવ્યું, વિવેક અગ્નિહોત્રી તાજેતરમાં ઘણા આઈડિયાઝ પર કામ કરવમાં વ્યસ્ત છે અને તેમણે આ આઈડિયાઝમાંથી એક પર કંગના રનૌતની સાથે ચર્ચા પણ કરી છે. બીજી બાજુ કંગનાએ પણ તેમની સાથે કામ કરવા માટે રસ દેખાડ્યો છે. એક સૂત્રએ જણાવ્યું છે કે, કંગના અને વિવેકની વચ્ચે સારી બોન્ડિંગ છે અને બન્ને જણાં એક જેવી આઈડિયોલોજી ધરાવે છે. હાલ બન્ને જણાંની વાતચીત પ્રાથમિક ધોરણે છે અને એકવાર બધુ બરાબર ચાલ્યું તો ટૂંક સમયમાં એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.

કંગનાએ કરી 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની પ્રશંસા
ધ કાશ્મીર ફાઈલ્સ તે ફિલ્મોમાંથી એક છે, જેની કમાણીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ફિલ્મની ઘણા લોકોએ પ્રશંસા કરી પરંતુ ઘણા સેલેબ્રિટીઝ હજુ પણ મૌન છે. જ્યારે ફિલ્મ જોયા બાદ કંગનાએ ખૂલીને ફિલ્મને સપોર્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મની ટીમને ખુબ ખુબ શુભેચ્છા. આખી ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝે જેટલા પણ પાપ કર્યો છે, તેમણે મળીને બધા ધોઈ નાંખ્યા છે. બોલિવુડના પાપ ધોઈ નાંખ્યા. તેમણે એટલી સારી ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મ એટલી પ્રશંસાને પાત્ર છે કે જે ઈન્ડસ્ટ્રીવાળા પોતાના દરોમાં ઉંદરની જેમ છૂપાયેલા છે, તેમણે પણ બહાર નીકળીને આવવું જોઈએ અને આ ફિલ્મને પ્રમોટ કરવી જોઈએ. પરંતુ તેઓ બકવાસ ફિલ્મોને પ્રમોટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news