આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી. 
આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી. 

— Vivek Anand Oberoi (@vivekoberoi) 21. мај 2019.

તો બીજી તરફ આટલા વિવાદ બાદ મંગળવારે વિવેકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તે ટ્વિટને ડિલીટ કરતાં માફી માંગી છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે ક્યારેક-ક્યારેક જે પહેલી નજરમાં મજાકિયા પ્રતિત હોય છે, તે બીજા માટે આવું ન હોઇ શકે. હું ગત 10 વર્ષોમાં 2000થી વધુ વંચિત છોકરીઓને સશક્ત બનાવવામાં ખર્ચ કરવામાં આવ્યો છે, હું ક્યારેય કોઇ મહિલા પ્રત્યે અપમાનજનક વિચારી ન શકું.

— Vivek Anand Oberoi (@vivekoberoi) 21. мај 2019.

આ પહેલાં વિવેક ઓબેરોયે નિવેદન આપતાં કહ્યું હતું કે ખબર નથી કે લોકો કેમ આ વાતને આટલું મહત્વ આપી રહ્યા છે જ્યારે જે લોકો તે પોસ્ટમાં છે, તેમને કોઇ પ્રોબ્લમ નથી. વિવેક ઓબેરોયને સોમવારે ન્યૂઝ એજન્સી એએનઆઇ પર વાત કરતાં કહ્યું હતું કે તે પોસ્ટને આટલી મહત્વપૂર્ણ કેમ બનાવવામાં આવી રહી છે, જે આ મોમમાં છે તેમને પ્રોબ્લમ નથી પરંતુ લોકો નેતાગિરી કરવામાંથી ઉંચા આવાત નથી. દીદીએ મીમ બનાવનારને જેલ મોકલી દીધો અને હવે લોકો મને જેલ મોકલવા પાછળ પડ્યા છે, પરંતુ આ લોકો મારી ફિલ્મને રિલીઝ થતાં રોકી ન શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news