ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝ વિવાદ પછી વિવેક ઓબેરોયે રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો કે...

પીએમ નરેન્દ્ર મોદી' બાયોપિકના નિર્માતાઓ દ્વારા ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનના વિવાદ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા વિવેક ઓબેરોયે નિવેદન આપતા કહ્યું છે કે ભારે વિરોધના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ તેને રોકી નહીં શકે

ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝ વિવાદ પછી વિવેક ઓબેરોયે રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો કે...

નવી દિલ્હી : 'પીએમ નરેન્દ્ર મોદી' બાયોપિકના નિર્માતાઓ દ્વારા ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનના વિવાદ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા વિવેક ઓબેરોયે નિવેદન આપતા કહ્યું છે કે ભારે વિરોધના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ તેને રોકી નહીં શકે. બાયોપિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરી રહેલા વિવેકે ટ્વિટર પર ફિલ્મની રિલીઝ વિશે વાત કરતો એક વીડિયો શેયર કર્યો છે. તેણે કહ્યું છે કે અમે આ ફિલ્મ બહુ ભારે મહેનત પછી બનાવી છે. અમે આ ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ કરવાના હતા પણ એ શક્ય ન બન્યું. હવે અમે 11 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ કરીશું. 

— Vivek Anand Oberoi (@vivekoberoi) 6 April 2019

42 વર્ષના અભિનેતાએ ન્યાય આપવા માટે ભારતીય ન્યાયપાલિકા અને સમર્થન આપવા માટે તેમજ તેનું સમર્થન કરવા માટે દર્શકોનો આભાર માન્યો. વિવેકે માહિતી આપી છે કે ભારે વિરોધ તેને કે નિર્માતાઓને રોકી નહીં શકે. 

વિવેક ઓબેરોયે ટ્વિટર પર રાહુલ ગાંધીને પણ ટ્વીટ કરી હતી કે પ્રિય રાહુલ ગાંધીજી શું તમે તમારા સહયોગી લાલુ પ્રસાદ જીની આત્મકથાને પણ રોકવાનો પ્રયાસ કરશો ? કે પછી માત્ર અમારી ફિલ્મ પાછળ જ પડ્યા છો?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news