બોક્સ ઓફિસ પર ઇમરાન હાશમીની Why Cheat Indiaની ધીમી શરૂઆત, પ્રથમ દિવસે થઈ આટલી આવક

ઇમરાન હાશમીની ફિલ્મ ભારતમાં એજ્યુકેશન સિસ્ટમની નબળાઈઓને ઉજાગર કરી રહી છે. સારા વિષય પર બનેલી આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. 
 

 બોક્સ ઓફિસ પર ઇમરાન હાશમીની Why Cheat Indiaની ધીમી શરૂઆત, પ્રથમ દિવસે થઈ આટલી આવક

નવી દિલ્હીઃ ઘણા સમય બાદ ઇમરાન હાશમીની કોઈ ફિલ્મ રિલીઝ થઈ છે જેને લઈને લોકો વચ્ચે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઇમરાને પણ Why Cheat Indiaના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. ફિલ્મ ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની ખામીઓ ઉજાગર કરે છે. ફિલ્મના પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવી ગયું છે. જે પ્રકારે ફિલ્મને લઈને લોકોની વચ્ચે ઉત્સાહ જોવા મળતો હતો તે પ્રમાણે પ્રથમ દિવસે ફિલ્મ કોઈ કમાલ કરી શકી નથી. 

— taran adarsh (@taran_adarsh) January 19, 2019

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર પર ફિલ્મના ઓપનિંગ દિવસના બોક્સ ઓફિસના કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. ફિલ્મએ પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે 1.71 કરોડની કમાણી કરી છે. તરણે સાથે કહ્યું કે, ફિલ્મએ કમાણી માટે કોઈ ચમત્કાર કરવો પડશે, ત્યારે ફિલ્મ બોક્સ ઓફિસની દોડમાં ટકી શકશે. ફિલ્મ માટે પ્રથમ વિકએન્ડના આંકડા ખુબ મહત્વ ધરાવે છે. 

A post shared by WHY Emraan Hashmi (@therealemraan) on

કઈ ફિલ્મ ટક્કરમાં
Why Cheat Indiaને અરશદ વારસીની ફિલ્મ ફ્રોડ સૈય્યાં અને ગોવિંદાની રંગીલા રાજાની ટક્કર મળી છે. આ બંન્ને ફિલ્મો મોટા બજેટની ફિલ્મ નથી, જેથી ટક્કર બરાબર છે. રંગીલા રાજાની સાથે પોઝિટિવ પોઈન્ટ તે છે કે તેમાં ગોવિંદા છે. જેના મોટી સંખ્યામાં ફેન છે. તો બીજીતરફ ફ્રોડ સૈય્યામાં અરશદ વારસી અને સૌરભ શુક્લા છે. બંન્નેની કોમેડી જોલી એલએલબીમાં જોવા મળી હતી. છતાં પણ દર્શકો આ બંન્ને કલાકારોને જોવાનું પસંદ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news