એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ, શ્રીલંકા સાથે થઈ પાર્ટનરશિપ, હવે ZEE5ને મળશે ધમાકેદાર કન્ટેન્ટ

લેન્ગવેજ કન્ટેન્ટનું સૌથી મોટું એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ ZEE5 પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલ પર પાર્ટનરશિપ કરવા માટે જઈ રહ્યું છે 

એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ, શ્રીલંકા સાથે થઈ પાર્ટનરશિપ, હવે ZEE5ને મળશે ધમાકેદાર કન્ટેન્ટ

મુંબઈ : લેન્ગવેજ કન્ટેન્ટનું સૌથી મોટું એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ ZEE5 પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલ પર પાર્ટનરશિપ કરવા માટે જઈ રહ્યું છે જેમાં SAARC દેશોના પ્રમુખ કનેક્ટિવિટી પ્રોવાઇડર Axiata PLC અને  Sri Lankaના મુખ્ય કનેક્ટિવિટી પ્રોવાઇડર શામેલ છે. આ પાર્ટનરશિપમાં ViU app અંતર્ગત યુઝર્સને 1,00,000 કલાક સુધીનું પ્રીમિયમ રિજનલ કન્ટેન્ટ પુરું પાડવામાં આવશે. ડાયલોગ ViU એપના સબસ્ક્રાઇબર એલકેઆર 350 પ્રતિ માસના ભાડા પર સર્વશ્રેશેષ્ઠ ક્ષેત્રીય કન્ટેન્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. 

આ સિવાય ગ્રાહક ZEE5 Originals જેમકે કરેનજીત કૌર અને ઝીરો કેમ્સને એક્સેસ કરી શકે છે. આ સાથે જ તેઓ ક્રાઇમ થ્રિલર રંગબાજ અને અભય જોઈ શખશે. આ સિવાય કસ્ટમર્સને વીરે દી વેડિંગ અને ટોઇલેટ:એક પ્રેમકથા જેવી બોલિવૂડ હિટ્સ સિવાય તામિલ કન્ટેન્ટ લાઇબ્રેરીના મહત્વના શો Sembaruthi, Poove Poochoodava and Yaaradi Nee Mohini જોવાની સુવિધા પણ મળશે. ZEE5 તામિલ ઓરિજનલ પર Kallachirippu, AmericaMapillaiand D7 અને હાલમાં જ બ્લોકબસ્ટર સાબિત થયેલી Mersal પણ જોઈ શકાય છે. 

આ ભાગીદારી વિશે Archana Anand, Chief Business Officer- ZEE5 Global, Archana Anand, Chief Business Officer- ZEE5 Global અર્ચના આનંદ (ચીફ બિઝનેસ અધિકારી), ZEE5 ગ્લોબલે કહ્યું કે, “અમે શ્રીલંકામાં લોન્ચ માટે ડાયલોગ એજિયાટા સાથે અમારી ભાગીદારીની ઘોષણા કરીને રોમાંચિત છીએ. અહીં અનેક શૈલી તેમજ 12 ભાષામાં 1,00,000થી વધારે કલાકની સામગ્રી સાથે ગ્રાહકોને ભારતીય સામગ્રીની સૌથી મોટી લાઇબ્રેરી સુધી પહોંચવાની મળશે. શ્રીલંકા એન્ટરટેઇનમેન્ટના માર્કેટમાં બહુ ઝડપી વિકાસ સાધી રહ્યું છે. હવે અમે સંયુક્ત રીતે આ અવસરને ડાયલોગ એજિટાટા સાથે મળીને શોધવા માટે તત્પર છીએ. ”

આ ભાગીદાર વિશે પ્રતિ Mangala Hettiarachchi, Senior General Manager – Global and Content Services, Dialog Axiata PLCએ કહ્યું છે કે -“અમે બહુ ગર્વ સાથે ZEE5 સાથેની અમારા આંતરરાષટ્રીય લોન્ચમાં આટલી જલ્દી ભાગીદારી બદલ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ ભાગીદારી મારફતે વીઆઇયુ અમારા ગ્રાહકો માટે ક્ષેત્રની સર્વશ્રેષ્ઠ સામગ્રી માટે બહેતર લાઇબ્રેરી બનાવશે. ડાયલોગ ગ્રાહક હવે શ્રીલંકામાં સર્વશ્રેષ્ઠ વીડિયો નેટવર્ક પર કોઈપણ સમયે, ગમે ત્યાંથી અને કોઈપણ ઇન્ટરનેટ સાથે જોડાયેલી સ્ક્રીન પરની જાહેરાતો વગર સૌથી સારું કન્ટેન્ટ જોઈ શકે છે.”

ZEE5 દુનિયાભરમાં એશિયાઇ દેશોની 12 ભાષાઓમાં 1,00,000થી વધુ ભારતીય ટીવી શો, સિનેમા, વીડિયો વગેરે સામગ્રી પુરી પાડે છે. ZEE5 Google Play Store, iOS App Store, www.ZEE5.com અને Samsung Smart TV, Apple TV, Android TV અને Amazon Fire TV પર ઉપલબ્ધ છે.

ZEE5 અંગે જાણો?
ZEE5, Zee Entertainment Enterprises Limited (ZEEL) દ્વારા લોન્ચ કરાયેલ એક ન્યૂ બ્રાન્ડ ડિજિટલ એન્ટરટેઇન્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. જે એક ગ્લોબલ મીડિયા એન્ડ એન્ટરટેઇન્ટમેન્ટ પાવર હાઉસ છે. અંગ્રેજી, હિન્દી, બંગાળી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ઉડિયા, ભોજપુરી, ગુજરાતી અને પંજાબી જેવી 12 ભાષાઓમાં છે. મનોરંજન સહિતના વિવિધ વીડિયો સાથે ZEE5 ઓન ડિમાન્ડ સામગ્રી અને 60 કરતાં વધુ લાઇવ ટીવી ચેનલોના 1,00,000 કલાક કરતાં વધુનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મમાં એક જ સમયે બ્રેકિંગ ફિચર, મૂવી અને ટીવી શો, સંગીત, સિનેપ્લે, લાઇવ ટીવી અને આરોગ્ય તેમજ જીવન શૈલીની વિવિધ સામગ્રી દેખી શકાય છે. ZEE5, 11 નેવિગેશન ભાષા, કન્ટેન્ટ ડાઉનલોડ ઓપ્શન, સીમલેસ વીડિયો પ્લેબેક અને વોયસ સર્ચ જેવા ગ્રાઉન્ડ બ્રેકિંગ ફિચર આપે છે. 

ZEEL અંગે જાણો?
Zee Entertainment Enterprise Ltd. (ZEEL) વિવિધ દર્શકો માટે મનોરંજન સામગ્રી પુરી પાડનાર એક વિશ્વ વ્યાપી મીડિયા બ્રાન્ડ છે. 173થી વધુ દેશોમાં ઉપસ્થિતિ અને દુનિયાભરમાં 1.3 બિલિયન કરતાં પણ વધુ લોકો સુધી ઝીલ વિવિધ શૈલી, ભાષા અને પ્લેટફોર્મમાં સૌથી મોટી વૈશ્વિક મનોરંજન કંપનીઓ પૈકીની એક છે. 

પોતાની નવી બ્રાન્ડ વિચારધારા અને ઉદેશ્ય સાથે ''અસાધારણ એક સાથ'', ZEEL એક અસાધારણ બ્રાન્ડ અનુભવ પ્રદાન કરવા અને અસાધારણ મનોરંજન માટે દુનિયાભરમાં ઉપભોક્તાઓને પ્રસન્ન કરવાની ઇચ્છા અને વિશ્વાસ રાખે છે જે સાધારણને અસાધારણ બનાવવા માટે પ્રેરિત કરે છે. 

ZEEL ભારત અને વિદેશોમાં પ્રસારણ, સિનેમા, સંગીત, ડિજિટલ, લાઇવ મનોરંજન અને થિયેટર વ્યવસાયોમાં છે. ZEEL પાસે 260,000થી વધુ કલાકોની ટેલિવિઝન સામગ્રી છે અને દુનિયાની સૌથી મોટી હિન્દી ફિલ્મી લાઇબ્રેરી છે. જેમાં વિવિધ ભાષાઓમાં 4800થી વધુ ફિલ્મો છે. ZEEL દ્વારા નાટકીય રિલીઝ માટે ઘણી ફિલ્મોનું નિર્માણ કરાયું છે અને તે ભારતની સૌથી તેજ ગતિથી વધતી સંગીત બ્રાન્ડ છે. ZEE5 સાથે ડિજિટલ સ્પેસમાં એની હાજરી છે અને લાઇવ ઇવેન્ટસમાં પણ ભાગ લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news