આ રીતે પણ થઈ શકે છે તમારી સાથે સાઈબર ક્રાઈમ! એક ક્લિક કરતા જ કોઈનું પણ વોટ્સએપ હેક

વિશ્વમાં અનેક પ્રકારની સાયબર ક્રાઇમની ઘટના બનતી હોય છે. ત્યારે એક લિંક ક્લિક કરવાથી બેંક એકાઉન્ટ સફાચટ કરી નાખતા ગુનેગારો પણ સક્રિય થયા છે. અમદાવાદમાં એક 27 વર્ષીય યુવકે વોટ્સએપ હેક કરીને યુઝર્સના મિત્રો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી. 

આ રીતે પણ થઈ શકે છે તમારી સાથે સાઈબર ક્રાઈમ! એક ક્લિક કરતા જ કોઈનું પણ વોટ્સએપ હેક

ઉદય રંજન/અમદાવાદ: સાયબર ક્રાઈમે વોટ્સએપ હેક કરી લોકો પાસેથી પૈસા પડાવનાર એક આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે. આ મામલે થોડા સમય પહેલા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે રિઝવાન જેની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એ ઝારખંડના જમશેદપુરમાંથી ધરપકડ કરી છે. 

થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ બ્રાંચમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ફોનમાં ફોન કરી કહ્યું હતું કે પોતે કુરિયર માંથી બોલે છે. તેવી ઓળખ આપી પાર્સલ દેવાના નામે આરોપીએ વાત કરી હતી, તે સમયે ભોગ બનનાર ઘરે ન હોય તેવી વાતચીત કરી અને એક લિંક મોકલી હતી, જે લિંકને ક્લિક કરવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફોનને હેક કરી ફરિયાદીને ઝાંસામાં લઈને વોટ્સએપ હેક કર્યું હતું. જે બાદ વ્હોટ્સએપ પર ફરિયાદીના અનેક મિત્રોને મેસેજ કરી પોતાને પૈસાની જરૂર હોવાનું જણાવી અલગ અલગ મિત્રો પાસેથી ઓનલાઇન પૈસા પડાવ્યા હતા. 

જે અંગે ફરિયાદીને જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબર અને બેંક ખાતાની ટેક્નીકલ તપાસ કરી આ ગુનામાં સામેલ આરોપી એમ.ડી રિઝવાન ઉર્ફે મોહમ્મદ દાનિશ મનસુરીની ઝારખંડના જમશેદપુરમાંથી ધરપકડ કરી છે. આરોપીએ વોટ્સએપ હેક કરવા માટે એક લીંક મેળવી હતી, જે લીંક ની પણ તપાસ સાયબર ક્રાઈમે હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news