IND vs SA: આજે પ્રથમ ટી-20, ધરમશાળામાં વરસાદ બની શકે છે વિલન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચ આજે અહીં ધરમશાળામાં રમાશે. 
 

IND vs SA: આજે પ્રથમ ટી-20, ધરમશાળામાં વરસાદ બની શકે છે વિલન

ધરમશાળાઃ હાલમાં વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરમાં ત્રણેય ફોર્મેટમાં પરાજય આપ્યા બાદ ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલૂ સિરીઝનો પ્રારંભ કરવા જઈ રહી છે. ધરમશાળાના મેદાન પર આ મેચ માટે જે પિચ તૈયાર કરવામાં આવી છે, ટી20 ક્રિકેટ મુજબ તે શાનદાર છે. પરંતુ ધરમશાળાના હવામાને બંન્ને ટીમો અને તેના ફેન્સ માટે ચિંતા વધારી દીધી છે. અહીં આકાશમાં વાદળા છવાયેલા છે. હવામાન વિભાગ અનુસાર ધરમશાળામાં મેચના દિવસે પણ ભારે વરસાદનું અનુમાન છે. 

વરસાદ ન બગાડે મજા
પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ધરમશાળાના એચપીસીએ મેદાનની તસવીર શેર કરી છે. ધરમશાળામાં ટી-20 માટે શાનદાર પિચ જોવા મળી, પરંતુ હવામાને ફેન્સને ડરાવી દીધા હતા. અહીં કાળા વાદળો છવાયેલા છે. હવામાન વિભાગ અનુસાર ભારે વરસાદ થવાનું અનુમાન છે. 

ધરમશાળામાં રોહિત ફટકારી ચુક્યો છે સદી
તેવામાં રનનો વરસાદ વાળી ટી20 મેચ જોવાની આશા લઈને સ્ટેડિયમમાં પહોંચનાર દર્શકોને નિરાશા હાથ લાગી શકે છે. આમ તો ભારત અહીં માત્ર પોતાની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યું છે. 2015મા એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રોહિત શર્માની શાનદાર સદી છતાં ભારત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 7 વિકેટે હાર્યું હતું. 

સફળતાની યાત્રા આગળ વધારવા ઈચ્છશે ટીમ ઈન્ડિયા
ધરમશાળામાં આજે જ્યારે ત્રણ ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે તો તેનો ઈરાદો પોતાની સફળતાના સિલસિલાને આગળ વધારવાનો હશે. આમ તો વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમોમાં ઘણો ફેર છે, પરંતુ હાર્દિક પંડ્યા આવવાથી યજમાન ટીમ વધુ મજબૂત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news