આજના દિવસે દમણમાં બાળકોના મૃતદેહોની લાગી હતી લાઇન, 20 વર્ષ પહેલાં બની હતી ગોઝારી ઘટના

દમણને હજમચાવી નાખનાર આ ઘટનાથી જે તે સમયે દમણમાં ભારે શોખની લાગણી છવાઈ ગઈ હતી દમણ પીડબ્લ્યુડી દ્વારા બનાવેલ આ બ્રિજ દમણ ગંગા નદીમાં ભારે પુર આવવાથી ધરાસાઈ થતાં આ ઘટનામાં મોટી ખાના ખુમારી થઈ હતી .

 આજના દિવસે દમણમાં બાળકોના મૃતદેહોની લાગી હતી લાઇન, 20 વર્ષ પહેલાં બની હતી ગોઝારી ઘટના

નિલેશ જોશી/ દમણ: 28મી ઓગસ્ટ દમણ માટે એક કાળો દિવસ તરીકે સાબિત થયો હતો. આજથી 20 વર્ષ પહેલાં 28 ઓગસ્ટના દિવસે દમણનો નાની દમણ અને મોટી દમણને જોડતો બ્રિજ ધરાઈ થયો હતો અને આ કુદરતી હોનારતમાં 28 બાળકો સાથે એક શિક્ષકનું કરુણ મોત થયું હતું. 

દમણને હજમચાવી નાખનાર આ ઘટનાથી જે તે સમયે દમણમાં ભારે શોખની લાગણી છવાઈ ગઈ હતી દમણ પીડબ્લ્યુડી દ્વારા બનાવેલ આ બ્રિજ દમણ ગંગા નદીમાં ભારે પુર આવવાથી ધરાસાઈ થતાં આ ઘટનામાં મોટી ખાના ખુમારી થઈ હતી .જેથી દમણ કમિટી દ્વારા પી ડબ્લ્યુ ડી ના ઇજનેર સહિત અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો અને આ મામલો બહુ લાંબા સમય સુધી ચાલ્યો હતો. 

અંતે આજ વર્ષે દોષિત ઇજનેરો ને સજા પણ ફટકારવામાં આવી છે. ત્યારે દમણ પ્રશાસન દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .પ્રશાસક પ્રફુલ પટેલ સહિત અનેક અધિકારીઓ તેમજ કમિટીના સભ્યો અને પોતાના વહાલ સોયા બાળકો ગુમાવનાર પરિવારની હાજરીમાં ચિલ્ડ્રન મેમોરિયલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

તમામ ધર્મના લોકોએ સાથે મળીને મૃતક બાળકોને આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, ત્યારે મૃતક પરિજનોએ આજે પણ યોગ્ય ન્યાય ન મળવાની વાત કરી હતી જે તે સમયે pwd ના અધિકારીઓએ જે ગંભીર ચૂક કરી હતી જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી તે લોકોને સજા તો મળી છે પરંતુ તેઓ આજે પણ જામીન પર બહાર હોવાથી પરિવારમાં રોશની લાગણી જોવા મળી હતી.

શું બની હતી સમગ્ર ઘટના?
વર્ષ 2003માં દમણ પૂલ દુર્ઘટનાની કંપારી ઉપજાવતી ઘટનામાં દરિયામાં ડૂબી ગયેલા 28 બાળકો પૈકી ત્રણ બાળકોની લાશ બે દિવસ બાદ મળી હતી. લાશ શોધવા સ્થાનિક માછીમારોએ મરજીવાની માફક ભારે જહેમત ઉઠાવી હતી. જે દિવસે ઘટના બની તે દિવસે દમણની મરવડ હોસ્પિટલ પર બાળકોના મૃતદેહની લાઇન લાગી હતી. આખી રાત બાળકોના મૃતદેહનો પોસ્ટ માર્ટમ કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઇને સૌ કોઇના કાળજા કંપાવી ગયું હતું. જેથી 28 ઓગષ્ટના દિવસને આજે પણ દમણ-દીવના લોકો કાળો દિવસ તરીકે માને છે. મોડે મોડે મૃતકોના પરિવારજનોએ ન્યાય માટે ચલાવેલી લડતનો હાલ અંત આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news