કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય

ગુજરાતમાં કોરોનાના કહેર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનારા બાળકોને સુરક્ષા કચવ પુરૂ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોનાં માતા અને પિતા બંન્નેનું અવસાન થયું હોય તેવા બાળકોને તેના કોઇ પણ સગા ઉછેરતા હોય તો બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને સરકાર દ્વારા દર મહિને પ્રિત બાળક 3 હજાર રૂપિયાની સહાય ચુકવાશે. 

કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કહેર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનારા બાળકોને સુરક્ષા કચવ પુરૂ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોનાં માતા અને પિતા બંન્નેનું અવસાન થયું હોય તેવા બાળકોને તેના કોઇ પણ સગા ઉછેરતા હોય તો બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને સરકાર દ્વારા દર મહિને પ્રિત બાળક 4 હજાર રૂપિયાની સહાય ચુકવાશે. 

આ ઉપરાંત બાળકનાં પિતાનું અવસાન થયું હોય અને માતા બાળકને મુકીને પુનર્લગ્ન કરે તેવા કિસ્સામાં પણ બાળકને 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રૂપિયા 3 હજારની સહાય અપાશે. આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત જે બાળકોનાં માતા પિતાને કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ હોય તેમના બાળકોની સાર સંભાળ રાખનાર કોઇ જ ન હોય તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષનાં બાળકોની સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.

- 6થી 18 વર્ષનાં બાળકો માટેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ ગામ, તા. બાવળા
- 6થી 18 વર્ષની છોકરીઓ માટે સંસ્થા ચિલ્ડ્રન ફોર ગર્લ્સ, જીઆઇડીસી ઓઢવ, અમદાવાદ
- 0થી6 વર્ષા બાળકો માટેની સંસ્થા-સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્શન એજન્સી, ઓઢવ પાણીની ટાંકી પાસે, અમદાવાદ

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતા સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રીલ, 2020 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news