ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં, 380 નવા કેસ, 28 મૃત્યુ અને 119 દર્દી થયા ડિસ્ચાર્જ


ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો અને મૃત્યુ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી. 

 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં, 380 નવા કેસ, 28 મૃત્યુ અને 119 દર્દી થયા ડિસ્ચાર્જ

ગાંધીનગરઃ  ગુજરાતમાં કોરોના વાયરસનો કેર જારી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6625 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ પણ થયા છે. 

અમદાવાદમાં 291 કેસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, ભાવનગરમાં 6, આણંદમાં 1, ગાંધીનગરમાં 2, બનાસકાંઠામાં 15, પંચમહાલમાં 2, બોટાદમાં 7, દાહોદમાં 2, ખેડા 1, જામનગર 1, સાબરકાંઠા 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે. 

રાજ્યમાં અત્યાર સુધી 396 મૃત્યુ, 1500 ડિસ્ચાર્જ
છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 396 પર પહોંચી ગયો છે. તો આજે 119 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1500 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં જે મૃત્યુ થયા તેમાં 25 લોકોના મોત અમદાવાદમાં તો ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

અત્યાર સુધી રાજ્યભરમાં 95191 ટેસ્ટ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 95191 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 6625 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો 88566 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં 4729 એક્ટિવ કેસ છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 58063 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જેમાંથી 53444 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જ્યારે 4392 સરકારી ફેસિલીટીમાં અને ખાનગી ફેસિલીટીમાં 227 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4700ને પાર
અમદાવાદમાં નવા 291 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 4735 પર પહોંચી ગઈ છે. તો અમદાવાદમાં અત્યાર સુધી 298 લોકોના મોત થયા છે. જ્યારે 778 લોકો ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ બાદ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 772 કેસ સામે આવ્યા છે. તો વડોદરામાં 421 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news