ગુજરાતમાં કોરોના

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં નવા 925 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે. 
 

Jul 15, 2020, 07:53 PM IST

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 915 કેસ, 14 લોકોના મૃત્યુ

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43 હજાર 723 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2071 અને અત્યાર સુધી રિકવર થનારા દર્દીઓની સંખ્યા 30 હજાર 555 છે. 

Jul 14, 2020, 08:55 PM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા COVID-૧૯ સંદર્ભે હોમ આઈસોલેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ

 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા COVID-૧૯ના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 

Jul 3, 2020, 09:14 PM IST

Covid-19 Update: રાજ્યમાં રેકોર્ડ 687 નવા કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 34,686

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 687 નવા કેસ સામે આવ્યા છે. 

Jul 3, 2020, 08:02 PM IST

કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે

છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ શનિવારે શહેરની મુલાકાત લેવાના છે. 

Jul 3, 2020, 07:49 PM IST

કોરોના વાયરસઃ વડોદરામાં નવા 62 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2459

વડોદરા શહેરની સાથે-સાથે ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમિતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના બધા તાલુકામાં મળીને આ આંકડો 300ને પાર પહોંચી ગયો છે.
 

Jul 3, 2020, 05:45 PM IST

Corona Update: જામનગરમાં 9, મહેસાણામાં 8, ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ જારી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 1900ની નજીક પહોંચી ગયો છે. 
 

Jul 3, 2020, 04:19 PM IST

સુરત જિલ્લામાં આજે રેકોર્ડ 239 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 5719, મૃત્યુઆંક 209

સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે. 
 

Jul 2, 2020, 10:27 PM IST

જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ થશેઃ જયંતિ રવિ

પાન-માવાના રસિકો માટે મહત્વના સમાચાર છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, જે વિસ્તારમાં વધુ કેસ સામે આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. 

Jul 2, 2020, 08:05 PM IST

Corona Virus: છેલ્લા 24 કલાકમાં નવા 681 કેસ, 19 મૃત્યુ, કુલ કેસોની સંખ્યા 33,999

નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,999 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 1888 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 24 હજાર 601 દર્દીઓ સાજા થયા છે. 

Jul 2, 2020, 07:39 PM IST

કોરોના કેસ 600ને પાર, કચ્છ આર્મી કેન્ટોનમેન્ટમાંથી 11 પોઝિટિવ કેસ આવતા હડકંપ

રાજ્યમાં આજ રોજ 615 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,57,148 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 10, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 2, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, બોટાદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, આ પ્રકારે કુલ 18 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,954 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,32,524 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3430 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

Jun 27, 2020, 08:54 PM IST

33 વર્ષના વિજયભાઈ 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા, 43 દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો

હોસ્પિટલના તબીબો મારા માટે ખરા અર્થમાં ભગવાન છે. તેમણે મને બચાવવા કરેલા અથાગ પ્રયત્નો અને શ્રેષ્ઠ સારવારની સાથે સતત મારા સ્વાસ્થ્યની દરકાર કરીને મારી સાથે મારી પત્ની અને બે બાળકોના પણ જીવ પણ બચાવ્યા છે તેમ વિજયભાઈ ઠાકોર કહે છે. 
 

Jun 27, 2020, 03:05 PM IST

કોરોના વાયરસઃ નવસારીમાં 13, અરવલ્લી-અમરેલીમાં નવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા

 ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 3100થી વધુ કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે કુલ 1770 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. 
 

Jun 27, 2020, 02:02 PM IST

કોરોના વાયરસઃ આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવની આગેવાનીમાં કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. 

Jun 25, 2020, 05:56 PM IST

અમદાવાદમાં થોડી રાહત, છેલ્લા 24 કલાકમાં 230 કેસ, 381 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 24 કલાક દરમિયાન 300થી ઓછા કેસ નોંધાયા છે. 

Jun 23, 2020, 08:42 PM IST

Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 549 કેસ, 26 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 235 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. 

Jun 23, 2020, 07:44 PM IST

કચ્છમાં વધુ ચાર કેસ નોંધાયા, બીએસએફના જવાનો બન્યા કોરોનાનો શિકાર

આ ચાર નવા કેસની સાથે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. તો આજે બે દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

Jun 23, 2020, 07:04 PM IST

વડોદરામાં કોરોના વાયરસના નવા 42 કેસ નોંધાયા, 48 લોકો ડિસ્ચાર્જ

નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1953 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1303 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં આ મહામારીને લીધે અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ થયા છે. 
 

Jun 23, 2020, 06:03 PM IST

કોરોનાઃ ભાવનગરમાં 3, પાદરામાં 5 અને મહીસાગરમાં નવા 4 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જે રીતે કેસો વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. ભાવનગર, મહીસાગર, પાદરા અનેક જગ્યાએ નવા કેસો નોંધાયા છે.

Jun 23, 2020, 05:01 PM IST

ગુજરાત હવે કોરોના મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 580 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 655 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 25 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. 

Jun 21, 2020, 08:03 PM IST