અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંપિગ સ્ટેશનમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરના ગેસ ગળતરથી મોત નિપજ્યા છે. ખાનગી કોન્ટ્રાકટરના ચાર મજૂરો મોડી રાતે ગટરની સફાઈ કરતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. 

અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંપિગ સ્ટેશનમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરના ગેસ ગળતરથી મોત નિપજ્યા છે. ખાનગી કોન્ટ્રાકટરના ચાર મજૂરો મોડી રાતે ગટરની સફાઈ કરતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. 

જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં આવેલ અંબિકા નગર પમ્પિંગ સ્ટેશનમાં ગઈકાલે ગટર સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિ દરમિયાન ગટર સાફ કરવા માટે ચાર મજૂરો ગટરમાં ઉતર્યા હતા. ગેસ ગળતરની અસર ચારેય મજૂરોને થઈ હતી. જેથી તેઓના મોત નિપજ્યા હતા. રમેશભાઈ, સુનિલ, લાલસિંહ, સર્વજિત નામના ચાર મજૂરો મહિમા ઈન્ડસ્ટ્રીઝ હેટળ સફાઈનું કામ કરતા હતા. તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર ક્રયા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ તમામ મજૂરો સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હતા.

MajoorMot2.jpg

મૃતકોમાં લાલસિંહ હુકમસિંહ રાવત (મૂળ રાજસ્થાનનો રહેવાસી), સર્વજીતજીત સહાની (મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાશી), સુનિલ સહાની (મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી) અને રવજીભાઈ ચૌહાણ (મૂળ મહેમદાવાદનો રહેવાસી) છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news