જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.
જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.

છેલ્લા એક વર્ષ દરમિયાન જ 3 લાખ 92 હજાર 754 રૂપિયાનો ગાંજો માત્ર રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે અન્ય એજન્સીઓએ પણ NDPSના અમુક કેસો નોંધી કાર્યવાહી કરી છે. સૌ પહેલા નજર કરીએ અમદાવાદમાંથી છેલ્લા એક વર્ષમાં પકડાયેલા માદક પદાર્થની તો...

  • 22 કિલો 657 ગ્રામ 
  • 2 કિલો 732 ગ્રામ 
  • 7 કિલો 61 ગ્રામ 
  • 6 કિલો 480 ગ્રામ 
  • 5 કિલો 960 ગ્રામ 
  • 20 કિલો 20 ગ્રામ 
  • 6 કિલો 459 ગ્રામ 

તાજેતરમાં જ SOG ક્રાઇમની ટીમે ગાંજા સાથે આરોપી આરીફ શેખની રિવરફ્રન્ટ થી ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, ગાંજો વેચતા શખ્સો મોટા ડ્રગ માફિયાઓ પાસેથી ગાંજો લાવી શહેરમાં નાના પડીકા કરીને અમુક રૂપિયા કમાવવાની લાલચે ગાંજો વેચતા હોય છે. ત્યારે શુક્રવારે રેલવે SOG અને CID ક્રાઇમની સંયુક્ત ટીમે ઓપરેશન કરીને એક મહિલા આરોપી સાથે અન્ય એક પુરુષ આરોપી લક્ષમણ સંગની પણ 6 લાખના ગાંજા સાથે ધરપકડ કરી છે. રેલવે પોલીસ અધિકારીની વાત માનીએ, તો ગાજો ગુજરાતમાં પ્રોહિબિટેડ હોવાથી અન્ય રાજ્યોમાંથી આવે છે અને ગાંજાનું વધુ પડતું સેવન સામાન્ય વર્ગના લોકો કરતા હોવાથી તે રેલવે કે તેના જેવી જાહેર મુસાફરી કરનાર વર્ગના લોકોની વચ્ચે નશાનો વેપાર કરનાર લોકો હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.

554825-d.jpg

આ વિશે રેલવેના નાયબ પોલીસ અધિક્ષક પી.પી. પીરોજિયાએ જણાવ્યું કે, રેલવેમાં આસાની રીતે ગાંજો લાવી શકાય છે અને એટલે જ રેલવેમાં વધુ ગાંજો પકડાયો હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રેનમાં ટોયલેટની બારીમાંથી ગાંજો મૂકી દેવામાં આવે છે.  

ગાંજો સેવનમાં બીજા નશાના પદાર્થ કરતા કિંમતમાં સસ્તો હોવાથી વધુ પડતો વેચાય છે. મહત્વનું છે કે, રાજ્યનો સૌથી વધુ ભાગનો ગાંજો ઓરિસ્સામાંથી આવતો હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે. તો ગાંજો રેલવે કે એસટી બસમાં સીટ નીચે કોઈ મૂકે તો ગાંજો કોનો છે તે જાણવું પણ પોલીસ અધિકારીઓ માટે મુશ્કેલ છે અને એટલે જ રેલવેમાં બિનવારસી ગાંજો ઝડપાવાના કેસ સામે આવતા હોય છે. પી.પી.પીરોજિયા કહે છે કે, કુલ 9 કેસ રેલવેમાં આ વર્ષે કરવામાં આવ્યા છે. ઓરિસ્સાના જંગલોમાં ગાંજો પેદા થતો હોવાથી ત્યાંથી સપ્લાય થતો રહે છે. 

જે પ્રમાણે દારૂબંધીનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે. તેને જોતા દારૂનું સેવન કરનાર લોકોને હવે વિદેશી દારૂ મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે તે કારણે ગાંજો સસ્તો મળતો હોવાથી ગાંજા તરફ વળ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે યુવા પેઢીને બરબાદ કરનાર ગાંજાના મોટા સોદાગરોને અટકાવવામાં પોલીસ ક્યારે સફળ નીવડે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news