રાજ્યની હોસ્પિટલમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી, મહત્તમ કોરોના રસી લઇને કોરોનાની ચેઇન તોડવાની છે

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જે પ્રકારે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા સરકાર સહિત સમગ્ર તંત્ર ચિંતિત છે. જો કે સ્થિતી અંગે રાજ્યનાં આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ હાલ પુરતો ચિંતાનો વિષય નથી. રાજ્યમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી છે. રાજ્યમાં કોરોનાના દર્દીને દાખલ કરવા માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર પ્રકારનાં નથી. 
રાજ્યની હોસ્પિટલમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી, મહત્તમ કોરોના રસી લઇને કોરોનાની ચેઇન તોડવાની છે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જે પ્રકારે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા સરકાર સહિત સમગ્ર તંત્ર ચિંતિત છે. જો કે સ્થિતી અંગે રાજ્યનાં આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ હાલ પુરતો ચિંતાનો વિષય નથી. રાજ્યમાં કોરોનાના 70 ટકા બેડ ખાલી છે. રાજ્યમાં કોરોનાના દર્દીને દાખલ કરવા માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર પ્રકારનાં નથી. 

આ ઉપરાંત સામાન્ય રીતે સંક્રમિત દર્દીઓ ઘરે જ રહીને સારવાર લઇ રહ્યા છે. સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સંક્રમણ વદી રહ્યું હોય ત્યારે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમને સંક્રમણની શક્યતા વધારે છે. તેથી આ પ્રકારનાં લોકોએ લોક સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આપણે રસીકરણ ખુબ જ ઝડપથી કરી રહ્યા છીએ. જેથી લોકોને ઝડપથી રસીકરણ ઝડપી પતે અને ખતરો ટળે તેવા ટાર્ગેટથી ચાલી રહ્યા છીએ. 

ગઇકાલે 13,57,000 નવા વેક્સીનના ડોઝ ફાળવી દેવાયા છે. આ ડોઝ પૈકી ગાંધીનગરને 7,70,000 નવા ડોઝ ફાળવી દેવાયા છે. રાજકોટ ખાટે 1,66,500 ડોઝ, વડોદરા 2,13,400 ડોઝ ફાળવી દેવાયા છે. સરકાર દ્વારા તમામ સરકારી આરોગ્ય તંત્રને પોતાના સંપુર્ણ ફોર્સ સાથે કામે લગાડીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ સરકારી દવાખાનાઓ, પીએચસી, સીએચસી પર રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. હજી સુધી રાજ્યમાં કોઇ પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર પણ જોવા મળી નથી. નાગરિકો પણ મહત્તમ રસી લે તે જરૂરી છે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news