ચોંકાવનારો કિસ્સો: વિધર્મી યુવકે 27 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, આ રીતે હવસ સંતોષી!

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે. દોઢેક વર્ષ પહેલા યુવતીને તેની મિત્ર મારફતે અલ્તાફ કાઝી નામના મહેસાણાના યુવક સાથે પરિચય થયો હતો.

ચોંકાવનારો કિસ્સો: વિધર્મી યુવકે 27 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, આ રીતે હવસ સંતોષી!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ ગુજારતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપી પર ભૂતકાળમાં હત્યા સહીતના ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે. દોઢેક વર્ષ પહેલા યુવતીને તેની મિત્ર મારફતે અલ્તાફ કાઝી નામના મહેસાણાના યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ તેઓ અવારનવાર મળતા હતા. થોડા મહિનાઓ પહેલા યુવતી અલ્તાફ કાજી સાથે મહેસાણા બાજુ જતી હતી ત્યારે તેણે યુવતીને જણાવ્યું હતું કે તેની દારૂની ગાડી પકડાઈ છે. તે સમયે યુવતીને જાણ થઈ હતી કે આરોપી દારૂનો ધંધો કરે છે. જેના કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી નાખી હતી. જે બાદ પણ અવારનવાર આરોપીએ યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કર્યું હતું અને ધમકીઓ આપી હતી. 

17 મે 2024ના રોજ યુવતી ઘરે હાજર હતી. તે વખતે અલ્તાફ કાજી બપોરના 2:00 વાગ્યા આસપાસ તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતા આરોપીએ તેને સોસાયટીમાં બદનામી કરી નાખશે અને તેવી ધમકીઓ આપી હતી. જેના કારણે યુવતી તેની સાથે ગઈ હતી. આરોપીએ તેને અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે 11 વાગ્યા આસપાસ મહેસાણા ખાતે ગંગોત્રી ગેસ્ટ હાઉસ નામની જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજારી હતું. 

આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીવાર અલતાફ કાજીએ યુવતીને ફોન કરી મળવા બોલાવતા યુવતીએ ના પાડતા આરોપીએ તેના ઘરની નીચે આવ્યો હતો. આરોપીએ યુવતીને વીડિયો કોલ કરી મળવા નહીં આવે તો તેને અને તેની અલ્તાફ સાથેના ફોટા વાયરલ કરવાની અને તેને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાબતે કંટાળી અંતે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં અલ્તાફ કાઝી સામે દુષ્કર્મ અને ધમકી આપવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગુનામાં સામે આરોપી અલ્તાફ કાજી અગાઉ હત્યા, રાયોટિંગ, ચોરી અને દારૂ જેવા છ જેટલા ગુનાઓ આચરી ચૂક્યો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news