Love trap News

સુરત: મામાના દિકરાએ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું, પરિવાર રસ્તા પર
શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યા દુષ્કર્મ જાણે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. સુરતમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઇ નહી પરંતુ તેના જ મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના મામાના દીકરાએ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધ્યો હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મુદ્દે તેની ફરિયાદ નહી લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવીને વિરોધ કર્યો હતો. આખરે પોલીસ કમિશ્નર કચેરીમાં રજુઆત કર્યાના અંતે કતારગામ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઇ હતી.
Sep 29,2020, 22:16 PM IST

Trending news