પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, દંપત્તીનાં મોતથી ત્રણ સંતાનો નોધારા બન્યાં

ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું. 
પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, દંપત્તીનાં મોતથી ત્રણ સંતાનો નોધારા બન્યાં

પાટણ : ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું. 

રાહદારી દંપત્તીને અડફેટે લેતા બંન્નેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જો કે ડમ્પર ચાલક ઘટના સ્થળેથી અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઠાકોર લખાજી શંકરજી અને તેમના પત્નીનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને રસ્તા પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધા હતા. 

અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. જ્યારે અકસ્માતની જાણ ગામમાં થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. તત્કાલ 108ની મદદ લેવાઇ હતી જો કે બંન્નેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news