'દોસ્ત દોસ્ત ના રહા': સામાન્ય બોલાચાલી થતાં મિત્રના હાથે મિત્રની હત્યા, જાણો હૃદય ભાંગે નાંખે તેવી ઘટના!

રાજકોટ માં છેલ્લા ચાર દિવસમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે .ત્યારે સોમવારની મોડી રાત્રે એક મિત્ર એ જ મિત્ર ની છરી થી રહેંસી નાખવાની ઘટના થી ચકચાર મચી છે જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી મિત્ર ની ધરપકડ કરી છે.

'દોસ્ત દોસ્ત ના રહા': સામાન્ય બોલાચાલી થતાં મિત્રના હાથે મિત્રની હત્યા, જાણો હૃદય ભાંગે નાંખે તેવી ઘટના!

દિવ્યેશ જોશી/રાજકોટ: રંગીલુ રાજકોટ જાણે લોહીના રંગે રંગાઈ રક્ત રંજિત બન્યું હોય તેમ છેલ્લા એક અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ કામગીરી ઉપર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ગુનેગારો કે લુખ્ખાઓ ખાખીનો ખોફ રાખ્યા વિના સામાન્ય બાબતમાં જાહેરમાં મારામારી કરી રહ્યા છે.

અલ્પસંખ્યકો માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે ભારત,પાકિસ્તાનના મોં પર તમાચા સમાન છે આ રિપોર્ટ

રાજકોટ માં છેલ્લા ચાર દિવસમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે .ત્યારે સોમવારની મોડી રાત્રે એક મિત્ર એ જ મિત્ર ની છરી થી રહેંસી નાખવાની ઘટના થી ચકચાર મચી છે જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી મિત્ર ની ધરપકડ કરી છે.

રાજકોટમાં સોમવારની મોડી રાત્રે શહેરના ન્યુ જાગનાથ-૨૬માં રહેતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી યુવાનને ની હત્યાની જાણ પોલીસ ને થઈ હતી ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે તપાસ કરતા આ હત્યા તેના જ નેપાળી મિત્ર વિજય ઉજરસિંહ વિશ્વકર્મા નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું. વિજય વિશ્વકર્મા અને મૃતક કમલેશ વચ્ચે બોલાચાલી થતાં વિજયે મૃતક કમલેશ ને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ગણતરી કલાકોમાં જ હત્યાના આરોપી મિત્રની ધરપકડ કરી છે.

રાહ જોઈ રહી કે ક્યારે સરકાર રૂપિયા ચૂકવે, આવ્યા તો પતિને છોડી પ્રેમીઓ સાથે ફૂર્રરર

પોલીસના જણાવ્યા પ્રમાણે વિજય ઉજરસિંહ વિશ્વકર્માને મૃતક કમલેશ ઘણા સમયથી મિત્ર છે. સોમવારે મોડી રાત્રે કમલેશ અને તેની પત્નીને મકાનના ભાડા બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો, તે જ સમયે વિજય કમલેશના ઘર પાસે હતો અને તેને કમલેશને જગડા બાબતે ટપાર્યા હતો જે બાદ મૃતક કમલેશે વિજય સાથે જ માથાકૂટ કરી તેને અભદ્ર ગાળો દેતા આવેશમાં આવી વિજય વિશ્વકર્મા એ કમલેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં કમલેશને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કર્યો, તો એ ડિવિઝન પોલીસે પણ આરોપી નાશી છૂટે તે પહેલા જ મિત્રની હત્યા કરનાર આરોપી વિજય વિશ્વકર્માની ધરપકડ કરી છે.

2014માં અદાણી 609માં અમીર હતા, પછી જાદૂ થયો અને બીજા નંબર પહોંચી ગયાઃ રાહુલ ગાંધી

હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, હત્યા પાછળ બોલાચાલી જ એક માત્ર કારણ છે કે અન્ય કોઈ કારણ તે તો પોલીસ પૂછપરછમાં જ સામે આવશે. પરંતુ હકીકત તો એ છે કે છેલ્લા ચાર દિવસમા જ હત્યાની આ ત્રીજી ઘટનાથી રાજકોટ શહેરની જનતા હચમચી ઉઠી છે.

Trending news