ઘોર કળિયુગ! હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ, 'ઢગા' એ કર્યું ના કરવાનું કામ!
સુરતનાં પાંડેસરામાં લક્ષ્મીનગરમાં આવેલા રામજી મંદિરમાં ગઈ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બિહારી પરિવારની મહિલાનો પુત્ર રડતો હોવાથી ઘરે મૂકવા ગઈ હતી. તે દરમિયાન અજાણ્યો આધેડ તેની ત્રણ વર્ષની બાળાને લઈ ભાગી ગયો હતો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા રામજી મંદિરમાં બાળકી માતા સાથે ગઈ હતી. માતા નાના બાળકને ઘરે મુકવા જતા બાળકી મંદિરમાં એકલી હતી. મંદિરમાં સૂતી બાળકીને 46 વર્ષે નરાધમ આરોપી ઊંચકીને લઈ ગયો હતો. માતાએ તાત્કાલિક ઘટનાની પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી યુપીવાસી મનોહર આરોપીને પકડી પાડ્યો છે.
સુરતનાં પાંડેસરામાં લક્ષ્મીનગરમાં આવેલા રામજી મંદિરમાં ગઈ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બિહારી પરિવારની મહિલાનો પુત્ર રડતો હોવાથી ઘરે મૂકવા ગઈ હતી. તે દરમિયાન અજાણ્યો આધેડ તેની ત્રણ વર્ષની બાળાને લઈ ભાગી ગયો હતો. જે બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારે જહેમત બાદ ગણતરીનાં સમયમાં આધેડને બાળકી સાથે પકડી પાડયો હતો. બાદમાં આધેડની વધુ પૂછપરછ કરતાં તેણે બાળકીના ગુપ્તાંગમાં અડપલા કર્યા હોવાનું જણાવ્યું હતું.પોલીસે આધેડ વિરૂદ્ધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે 8 માસનાં પુત્ર અને 3 વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ હતી. દરમિયાન પુત્ર ખૂબ રડતો હોવાથી તેને ઘરે મુકી પરત થઈ હતી. પુત્રીની એકલતાનો લાભ લઈ એક આધેડ તેને ઉપાડી લઈ ગયો હતો. બાદ તેના ઘરે લઈ જઈ આધેડે કિશોરીનાનાં ગુપ્તાંગમાં અડપલાં કર્યા હતા. બીજી તરફ માતા દ્વારા મંદિરનાં પુજારીને પુત્રી વિશે પુછતાં તેમનાં પતિ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી પતિ નો સંપર્ક કરતા તેમણે આ બાબતે કંઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. જેથી માતા અને સાથનિકો દ્વારા બાળકીની શોધ શરૂ કરી હતી.
બાળકી નહીં મળતાં સ્થાનિકોએ પાંડેસરા પોલીસને જે મામલે જાણ કરી હતી. જેથી પાંડેસરા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાંડેસરા પીઆઈ ઘટનાની ગંભીરતા લઈ કંટ્રોલને જાણ કરતા ડીસીપી એસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીની સીસીટીવીના આધારે શોધ ખોળ શરૂ કરી હતી.જે દરમિયાન રાત્રિનાં 11 વાગ્યાનાં અરસામાં હવસખોરે પોતાનું પાપ છુપાવવા બાળકીનાં પરિવાર સુધી પહોંચાડવાનું તરકટ કરી બાઇક પર જતી વેળા પોલીસે તેને ઝડપી પાડયો હતો. જો કે તેનાં દ્વારા ખોટી વિગત જણાવી પોતાને નિર્દોષ સાબીત કરવા પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, બાળાને સમજાવટથી પુછતાં સમગ્ર હકીકત સામે આવી હતી.
બનાવ મામલે પાંડેસરા પોલીસ દ્વારા બાળકીની માતાની ફરિયાદ લઈ હવસખોર વિરુદ્ધ બળાત્કાર તથા પોકસો અંતર્ગત ગુનો નોંધી 48 વર્ષીય આરોપી પ્રમોદકુમાર દુધનાથ ગૌડની ધરપકડ કરી છે. આરોપી પાંચ સંતાનનો પિતા છે. ખાનગી કંપનીમાં નોકરી કરતો કરે છે. મૂળ ઉત્તર પ્રદેશનું વતની છે હાલ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતા નગર બે તેરેનામ રોડ ખાતે રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે