અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, પૂનમના મેળા મોટી સંખ્યામાં પહોંચ્યા માઇભક્તો

ભાદરવી પૂનમના મેળા પહેલા મોટી સંખ્યામાં ભક્તો પગવાળા અંબાજી પહોંચી રહ્યાં છે. અંબાજીમાં માઇભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. તંત્રએ પણ તમામ વ્યવસ્થા કરી છે. અંબાજી જતાં દરેક રસ્તાઓ પર ભક્તો જોવા મળી રહ્યાં છે. અહીં જ્ય અંબે અને બોલ માળી અંબેના નાદ સાંભળવા મળી રહ્યાં છે.
 

અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, પૂનમના મેળા મોટી સંખ્યામાં પહોંચ્યા માઇભક્તો

અંબાજીઃ  ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો છે. અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. દૂર દૂરથી પગપાળા અંબાજી આવતા લાખો માઇભક્તોએ જ્ય અંબે અને બોલ માળી અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજવી દીધી છે. હાથમાં ધ્વજા તેમજ સંઘો લઈને કેટલાય કિલોમીટરથી ચાલીને આવતા અંબાજી આવેલા માઇભક્તો અંબાજી મંદિરમાં આવતા જ તેમનામાં નવી શક્તિનો સંચાર થઈ રહ્યો છે અને તેવો મંદિરમાં લાંબી કતારો લગાવીને જગત જનની માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આતુર બન્યા છે. તો અનેક ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે..

વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ મંદિરમાં માતાજીના દર્શન કરવા લાંબી કતારો લગાવીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આતુર બન્યા છે માતાજીના સાનિધ્યમાં આવતાની સાથે જ ભક્તોના ચહેરા ઉપર કોઈ જ થાક દેખાતો નથી અને તેવો માતાજીની ભક્તિમાં રંગાઈ ગયેલા જોવા મળી રહ્યા છે..

માતા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ માં ના મંદિરમાં દર્શને આવતાની સાથે જ માતાજીની મૂર્તિ જોઈને ભાવ વિભોર બની જાય છે અને માન ધામને જય અંબે….. બોલમાડ અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે તો મંદિરમાં આવતા ભક્તોનો ઉત્સાહ જોઈને મંદિરમાં રહેલા પોલીસકર્મીઓ પણ ભક્તોનો ઉત્સાહ વધારી રહ્યા છે..મા અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં મા અંબાના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે છે. માતાના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર પરિસર અને નયનરમ્ય લાઈટિંગનો નજારો યાત્રિકોને દિવ્યતા ભવ્યતાની અનુભૂતિ કરાવી રહ્યો છે

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબે ના દર્શન કરીને ધન્ય બન્યા છે.અત્યાર સુધી 22 લાખ જેટલા ભક્તોએ માં અંબાના દર્શન કરી માતાજીના ચારણોમાં શીશ ઝુકાવ્યું છે તો હજુ લાખો ભક્તો માતાજીના દર્શનાથે આવે તેવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે આશા સેવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news