ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી

1990ના દાયકાના અંતિમ વર્ષોની વાત છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નરેન્દ્ર મોદીને પાર્ટીના સંગઠનના મહામંત્રી નિયુક્ત  કરાયા હતા. 

ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી

PM Modi Birthday: 1990ના દાયકાના અંતિમ વર્ષોની વાત છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નરેન્દ્ર મોદીને પાર્ટીના સંગઠનના મહામંત્રી નિયુક્ત  કરાયા હતા. તે સમયે ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીને પોતાના મુંબઈવાળા ઘરે લંચ માટે ઈન્વાઈટ કર્યા હતા. આ મુલાકાત બાદ ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આગળ પીએમ મોદી માટે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. ધીરુભાઈ અંબાણીની આ ભવિષ્યવાણી સાચી પણ ઠરી. જાણો તેમણે પીએમ મોદી માટે શું કહ્યું હતું. 

ધીરુભાઈ અંબાણીની ભવિષ્યવાણી
નરેન્દ્ર મોદી ધીરુભાઈ અંબાણીના ઘરે પહોંચ્યા. ખાવાના ટેબલ પર ધીરુભાઈએ તેમના બંને પુત્રો સાથે મોદીની મેજબાની કરી. લંચ બાદ નરેન્દ્ર મોદી અને ધીરુભાઈ અંબાણી વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીની ક્ષમતાઓને લઈને જે ટિપ્પણી કરી તે ભવિષ્યવાણી તરીકે ઈતિહાસમાં નોંધાઈ ગઈ. 

પુત્રોને શું કહ્યું
ધીરુભાઈ અંબાણીએ તેમના પુત્રોને કહ્યું કે, "લાંબી રેસનો ઘોડો છે, લીડર છે, પીએમ બનશે". આ ભવિષ્યવાણીએ નરેન્દ્ર મોદીના રાજનીતિક ભવિષ્યની દિશાને સ્પષ્ટ કરી દીધી હતી. 

અનિલ અંબાણીએ કર્યો હતો ખુલાસો
પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે પોતાનો 74મો જન્મદિવસ ઉજવશે. તેમના જન્મદિવસના અવસરે એ જાણવું રસપ્રદ છે કે કેવી રીતે ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીમાં વૈશ્વિક નેતાની છબી જોઈ હતી. અનેક વર્ષો બાદ ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીએ આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું કે પપ્પાની ભવિષ્યવાણી હંમેશાની જેમ સટીક હતી. નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવું એ ભારતીય રાજકારણમાં એક નિર્ણાયક ઘડી હતી. મારા પિતા સ્વર્ગમાં હસતાં હશે કારણ કે તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. નરેન્દ્રભાઈએ ખુલ્લી આંખે સપના જોયા છે અને તેમની પાસે અર્જૂનની જેમ સટીક નિશાન અને લક્ષ્ય છે. 

2014ની ઐતિહાસિક ચૂંટણી
2014માં જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર ભ્રષ્ટાચારના મુદ્દા સામે ઝઝૂમી રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠવ્યો હતો. જનતાએ કોંગ્રેસને ફક્ત 44 સીટો પર સમેટી દીધી હતી અને ભાજપને નિર્ણાયક જીત અપાવી. નરેન્દ્ર મોદી ભાજપ માટે આ જીતના આર્કિટેક  બન્યા હતા અને ત્યારબાદ પછી આ વખતે પણ 2024ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની જીત બાદ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા. 

(એજન્સી ઈનપુટ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news