સુરતમાં માતા વિહોણા બાળકો માટે યશોદા બની નર્સ, પોતાના બાળકને મૂકીને પહેલા પારકાને પીવડાવે છે પોતાનું દૂધ

આજે વિશ્વ મહિલા દિવસ છે. આપણા સમાજમાં માતા કુમાતા થતી હોય તેવા પણ કિસ્સા જોવા મળે છે પરંતુ તેની સામે યશોદા બનીને સેવા કરતી હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત પણ સુરત સિવિલ હોસ્પિટલની નર્સએ પૂરું પાડ્યું છે

સુરતમાં માતા વિહોણા બાળકો માટે યશોદા બની નર્સ, પોતાના બાળકને મૂકીને પહેલા પારકાને પીવડાવે છે પોતાનું દૂધ

ચેતન પટેલ, સુરત: આજે વિશ્વ મહિલા દિવસ છે. આપણા સમાજમાં માતા કુમાતા થતી હોય તેવા પણ કિસ્સા જોવા મળે છે પરંતુ તેની સામે યશોદા બનીને સેવા કરતી હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત પણ સુરત સિવિલ હોસ્પિટલની નર્સએ પૂરું પાડ્યું છે. સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકમાં કામ કરતી એક નર્સ પોતાના 5 મહિનાના બાળકને ઘરે મૂકીને ડ્યુટી પર આવીને માતા વિહોણા બાળકો માટે 2 વખત પોતાના બ્રેસ્ટ મિલ્કનું દાન કરે છે.

સિવિલ હોસ્પિટલમાં મિલ્ક બેંકમાં કામ કરતા 31 વર્ષીય નર્સ નિધિ ગુર્જર ડ્યુટીની સાથે યશોદા માતા બની પોતાના બ્રેસ્ટ મિલ્કનું દાન કરી રહી છે. માતા બનવાને કારણે તેઓ જાણે છે કે બ્રેસ્ટ મિલ્ક બાળકના ગ્રોથ માટે શું મહત્વ હોય છે. બ્રેસ્ટ-ફિડિંગનું મહત્વ એક માતાથી વધારે કોઈ સમજી શકતું નથી. જેને લઇને તેઓ તેમની ડ્યૂટીની સાથે-સાથે માનવતા મહેકાવી દે તેવું કાર્ય પણ કરી રહ્યા છે. તેઓ પ્રિ-મેચ્યોર બાળકો કે માતા વિહોણા બાળકોને બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરે છે.

નિધિબેનને પોતાને 5 મહિનાનો દીકરો છે અને તેમના સાસરી પક્ષનો સહકાર હોવાથી તેઓ તેમના દીકરાને ઘરે મૂકીને ડ્યુટીની સાથે ટ્રાવેલિંગ કરીને અંદાજે 12 કલાક જેટલો સમય ફરજ નિભાવે છે. ઉલ્લેખનીય છે કે લગ્નના 7 વર્ષ બાદ નિધિબેના ઘરે પારણું બંધાયું હતું. હાલ તેઓ અંકલેશ્વર ખાતે રહે છે અને નવેમ્બરમાં સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું ટ્રાન્સફર થયું છે. નિધિ ગુર્જરે કહ્યું કે, ઘરથી 80 કિલોમીટર દુર આવું છું અને માતા પણ છું જેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માતાના દૂધની કિંમત શું હોય છે તે જાણું છું.

હું સવારે 5:30 ની ટ્રેનમાં સુરત આવું છું અને સાંજે 4 વાગ્યે પરત ફરું છું. જેથી આખા દિવસ દરમિયાન મારો દીકરો મારી સાથે હોતો નથી. પરિણામે મારૂ દૂધ પણ તેના માટે જોઈએ એટલું ઉપયોગી થતું નથી અને વ્યર્થ થવાનો ચાન્સ રહે છે. આવી પરિસ્થિતિમાં અન્ય બાળકો માટે કઈક કરી શકું આ વિચાર મને આવ્યો. જેથી મેં આ બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી હુમન મિલ્ક બેંક આવ્યા બાદ દૂધ અન્ય બાળકો માટે છેલ્લા બે મહિનાથી ડોનેટ કરૂ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news